________________
ચસકી. બસ હવે સતત આ જ ચાલુ છે “કાંતશે કોણ... પીંજશે કોણ’ પુત્ર તો પિતાની હાલતપર સ્તબ્ધ થઇ ગયો. મનોચિકિત્સકની સલાહથી બાપને દેશભેગા કરી દીધા... પણ ત્યાં પણ આ બબડવાનું ચાલુ. પછી પુત્રે મનોચિકિત્સકની સલાહથી જ તાર કર્યો... “ગોદામમાં આગ લાગી ગઈ. બધુંરૂ બળી ગયું છે આ સમાચારથી ડોસાની ડગલી ઠેકાણે આવી ગઈ- હાશ!રૂ બળ્યું તો હવે કાંતવા- પીંજવાની પંચાત પણ ગઈ. તમે કાંક કાંક સફળતાપર ધંધાના માર્ગે પાગલ બની દોડવા માંડો છો, પછી મંદીનો બીજો ઝાટકો પડે છે. ત્યારે શાન ઠેકાણે આવે છે.) વીરક પણ બંનેના મોતના સમાચાર મળવાથી એક ઝાટકો લાગવાથી પાછો ઠેકાણે આવી ગયો. અને વૈરાગ્યભાવથી તાપસ થઇ તપ તપીને મૃત્યુ પામી વ્યંતરદેવ થયો!તે વ્યંતર વિર્ભાગજ્ઞાન વડે તે બન્ને યુગલિયાને જોઇ ચિંતવવા લાગ્યો કે - “અરેરે! આ બન્ને મારા પૂર્વભવના વૈરી યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે, અને વળી પાછા દેવ થઇ અનુપમ સુખ ભોગવશે! મારા વૈરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તેથી આ બન્નેને દુર્ગતિમાં પાડું, જેથી દુઃખ પામે!' એમ વિચારી તે વ્યંતરે પોતાની શક્તિથી તે બન્નેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધાં! અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય આપીને સાતે વ્યસન શીખવાડ્યાં. પ્રજાને પણ આજ્ઞા કરી કે આ બંને રાજા-રાણીને એમના ભોગ-સુખમાં વિક્ષેપ પડે એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. કરશે, એને સખત સજા થશે. આમ આ બંનેને ભોગસુખો ભોગવવાની અને સાતેયવ્યસનમાં ચકચૂર બનવાની પૂરી વ્યવસ્થા કરી આપીદેવ પોતાના સ્થાને રવાના થયો. તે બંને ભોગમાં અને સાતેય વ્યસનમાં ચકચૂર બની મરીને નરકમાં ગયા! તેમનાથી ચાલેલો વંશ હરિવંશથી ઓળખાવા માંડ્યો! દવે બન્નેને રાજા બનાવ્યા. સુખ સગવડ આપ્યા... સાતેય વ્યસનોમાટે અનુકૂળતા કરી આપી... આ હિતમાટે કર્યું કે અહિતમાટે ? દેવે તો દ્વેષથી આ કર્યું. સંપન્ન મા-બાપ સંતાન પ્રત્યે લાડથી સંતાનોને બધી જ ભૌતિક દેખીતી મોજ-મજાની સામગ્રી આપે રાખે, ને ધર્મના સંસ્કાર આપે તો નહીં, તે અંગે ચિંતા પણ ન કરે, તો ભલે રાગથી પણ સંતાનનું હિત કરે છે કે અહિત? તમારા ઘરમાં આવેલું બાળક ભવિષ્યમાં સદ્ગતિમાં જાય એવી તાલીમ-વ્યવસ્થા છે કે એ દુર્ગતિભેગો જ થાય એવી વ્યવસ્થા છે! તમે પણ પેલા દેવ જેવા નથી ને? તેથી જ કોને કહ્યું છે કે સંપન્ન પરિવારમાં જનમવું, એ પરિણામે નિઃસત્ત્વ અને દુઃખ તરફ લઈ જતો શાપ છે. આપણા જૈનોમાં તો આવો શાપ ન જ હોય, એમ માની લઈએ ને! વિચારજો.) અહીં યુગલિકોનું આ ક્ષેત્રમાં આવવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું, તથા નરકે
can Education intematonal
For Private & Fersonal Use Only
www
brary