________________
(૨)
શલાકાપુરુષ હતા, છતાં ગયા, તેથી એ અચ્છેરું ગણાય છે.)
છઠું અચ્છે - કૌશાંબી નગરીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાનમાં આવ્યા. આવું સામાન્યથી ક્યારેય થતું નથી. તેથી અચ્છેરું થયું !
સાતમું અચ્છેરું હરિવંશ કુલની ઉત્પત્તિ!:- તે આવી રીતે-કૌશાંબી નગરીના રાજાએ વીરક નામના શાળવીની વનમાળા નામની અત્યંત રૂપાળી પત્નીને પોતાના અન્તઃપુરમાં બેસાડી દીધી. (નાશવંત રૂપ, શક્તિ, સંપત્તિ કે સત્તા સાથે અવિનાશી વિવેક ભળે નહીં, તો એ નશો બનીને આરંભે બીજાનું ને છેવટે પોતાનું ભયંકર બગાડ્યા વગર રહે નહીં. તેથી એ બધાનો નશો કે શો-ન જોઈતો હોય, તો વિવેક હોવો ખૂબ જરૂરી છે.)! તે શાળવી પોતાની પ્રાણપ્રિયાનાવિયોગથી એટલો બધો ગાંડો થઇ ગયો છે, જેને દેખે તેને વનમાળા વનમાળા કહીને બોલાવવા લાગ્યો! (અસ્થિર, ચંચળ, વિનાશી, વિકૃત અને બેવફા એવી સંસારી કોઇ પણ વસ્તુપરનો અતિરાગ જીવની કેવી હાલત કરે છે ! અને છતાં જીવ નવી-નવી વસ્તુ-વ્યક્તિઓપર ‘મારા’ ‘મારી’ નું લેબલ લગાડે છે, કે જે અંતે મારામારીનું નિમિત્ત બને છે.) કૌતુકપ્રિય લોકો અને બાળકોથી ઘેરાયેલોતે ગાંડોવીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો અને વનમાળા વનમાળા પોકારવા લાગ્યો! ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજાએ અને વનમાળાએ તેને જોયો! ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઇ તેઓ ખેદ કરવા લાગ્યા- આપણે આ કામ અનુચિત કર્યું, આપણી વિષયલાલસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જિંદગી બરબાદ કરી ! ભવિતવ્યતાથી તે જ વખતે તે બંને પર વિજળી પડવાથી તેઓ બન્ને મરીને આટલા પશ્ચાતાપના શુભભાવપર હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકતરીકે ઉત્પન્ન થયા. (કોક ઝાટકો લાગવાથી પાગલ થયેલાને બીજો ઝાટકો લાગે ત્યારે ડાહ્યો થઈ જાય. ખેડા જિલ્લાનો પીંજારો પુત્રને મળવા મુંબઈ આવ્યો. પુત્રને રૂની ગાંસડીનો મોટો ધંધો હતો. એકવાર પુત્ર બાપાને ગોદામ જોવા લઇ ગયો. પણ પીંજારો બાપ તો આટલું બધું જોઈ પાગલ થઈ ગયો. એને ચિંતા થઈ ગઈ કે “આટલું બધું રૂકાંતશે કોણ અને પીંજશે કોણ’ આ ચિંતામાં જ ડગલી
Gain Education
tematical
For Private & Fessoal Use Only
Wi
nelibrary.org