________________
વ્યા.
(૨)
વિસ્તારવાળા લવણસમુદ્રને ઓળંગી ત્યાં પદ્મોત્તરને જીતવા પહેલા પાંડવો (‘કાં તો એ નહીં, કાં તો અમે નહીં ' એવા સંકલ્પ સાથે) ગયા. પણ પદ્મોત્તર રાજાને જીતી શક્યા નહીં. (ત્યારે કૃષ્ણે કહ્યું- તમારો સંકલ્પ નબળો હતો. એ ખોટો હતો ને તમે સાચા. તેથી સંકલ્પ એવો હોવો જોઈતો હતો કે ‘એને હરાવી દ્રૌપદીને છોડાવીશું જ’ ‘કાં એ નહીં કાં અમે નહીં’ એવો નબળો-અધુરો સંકલ્પ ચાલે નહીં. એમાં છેવટે તમારે હારવું પડ્યું. આ વાત મહત્ત્વની છે, જ્યાં વિકલ્પ આવે, ત્યાં સંકલ્પ નબળો પડે, ‘એ નહીં કે અમે નહીં’ માં બે વિકલ્પ થયા... સંકલ્પ નબળો પડી ગયો. નેપોલિયને મીસર જીતવા જતાં નાઈલ નદી ઓળંગ્યા પછી બધા વહાણો બાળી નંખાવ્યા અને સૈનિકોપાસે માત્ર જીતવાનો એક જ માર્ગ ખુલ્લો રખાવ્યો. ‘જીતવાનો કે ભાગવાનો' એ બે નહીં. ઘણી વખત મોટા નિયમોની પણ ધારી અસર ન થવાનું કારણ પણ આ જ છે કે છુટછાટના-સંજોગોના ઘણા વિકલ્પો છે. દઢસંકલ્પ હોય, તો મન એ રીતે જ તૈયાર થઇ કાર્યમાં પ્રવૃત્ત થાય. તમે જ પ્રયોગ કરો, ‘આજે અનુકૂળતા હશે, તો સામાયિક કરીશ' આ વિચાર હોય, તો સામાયિક થાય છે કે નહીં. પછી સંકલ્પ કરો, ‘આજે સામાયિક કરીશ જ, ન થાય, તો લાખ રૂ।. ભંડારખાતે...’ હવે વિકલ્પ રહ્યો જ નહીં, પહેલું સામાયિક થશે, પછી બીજું બધું. માટે નિયમ-પ્રતિજ્ઞાબદ્ધ થઈ સાધના કરો.) પછી કૃષ્ણ ‘પદ્મોત્તરને તરત હરાવીને દ્રૌપદીને છોડાવી ને આવું છું’ એવા સંકલ્પસાથે પદ્મોત્તરસાથે યુદ્ધ કરવા ગયા. નરસિંહનું રૂપ લઈ પદ્મોત્તરને હરાવ્યો. જીવતો પકડ્યો.ડોકુ કાપવા તલવાર કાઢી અને દ્રૌપદીને પૂછ્યું- બોલો ! કાપી નાખું ડોકુ ! ત્યારે ક્ષમાભાવની મહત્તાને સમજતી દ્રૌપદીએ કહ્યું- જવા દો એને ! એ પરસ્ત્રીનું અપહરણ કરીને અને પરાજય પામીને ખરેખર તો યશ અને માન ગુમાવવારૂપે મરેલો જ છે ! હવે મરેલાને ફરી શું મારવો ? (સાચી વાત છે ને ! અપરાધ કરનાર પોતાના પાપથી મરેલો છે, એને દંડ આપી મરેલાને મારવાની ચેષ્ટા શી કરવી ?) દ્રૌપદીની વાત સાંભળી કૃષ્ણે પદ્મોત્તરને છોડી દીધો. પછી દ્રૌપદી સહિત પાછા ફરતી વખતે શંખ ફૂંક્યો... તે શંખનો શબ્દ સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું, તેથી તેણે ત્યાં વિચરતા શ્રીમુનિસુવ્રત જિનેશ્વરને પૂછ્યું. ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું ! આ સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા ઉત્સુક થઇ તરત સમુદ્રકાંઠે આવ્યા, અને પોતાનો શંખ ફૂંક્યો, આમ બન્ને વાસુદેવના શંખનાદો મળ્યા ! આમ કૃષ્ણ વાસુદેવ ધાતકીખંડની અપરકંકા નગરીમાં ગયા. એ અચ્છેરું થયું ! (ત્રેસઠ શલાકાપુરુષો બીજા ક્ષેત્રમાં જતા નથી. કૃષ્ણ વાસુદેવ પણ
For Private & Personal Use Only
Jain Education International
૬૧ www.jainelibrary.org