________________
.
(૨)
ખબર હોવાથી જ એક પ્રહરને બદલે ક્ષણિક દેશના આપી આટોપી લીધી. આ પ્રસંગથી માનવભવ અને તેમાં ય ચારિત્ર-સંયમ કેટલા મહત્ત્વના-અગત્યના છે, તે જાણવા મળે છે. તેથી જ ચારિત્ર માનવભવનો સાર છે.)
દ્રૌપદી માટે નવમાં વાસુદેવ કૃષ્ણ અપરકંકાનગરીમાં ગયા એ પાંચમું અચ્છેરું છે :– તે આ રીતે- એક વાર પાંડવોને મળવા નારદ આવ્યા. ત્યારે દૃઢ સમકીતી દ્રૌપદીએ પરિવ્રાજક વેશમાં આવેલા એ નારદ અસંયત હોવાથી અન્યધર્મના વેશનું અને અસંયમનું બહુમાન ન થાય એ માટે નારદનો ‘ઊભા થઇ સામે આવવું’ વગેરે આદર સત્કાર કર્યો નહિં. તે વખતે દ્રૌપદીના સમ્યક્ત્વની દૃઢતાથી રાજી થવાના બદલે તુચ્છ વૃત્તિથી પોતાનું અપમાન થયેલું માની ગુસ્સે થયેલા નારદે વિચાર્યું - મારું અપમાન કરનાર દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું ! હા ! પોતે પણ સમકીતી હોવા છતાં એમ વિચારી નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા ! (આજે વેપારધંધામાં તો સાધર્મિકના સંબંધ ઝડપથી ભૂલાતા જાય છે, પણ સંઘના સારા કાર્યોમાં પણ અંગત અદાવત અને જુના હિસાબ પતાવવાની મનોવૃત્તિ નજરે ચઢે છે. સંધની મીટીંગમાં એક ટ્રસ્ટીની ખોટી લાગતી વાતનો એક સભ્યે વિરોધ કર્યો, જે તદ્દન યોગ્ય હતો. જોગાનુજોગ એ સભ્ય એના મકાનમાં ભાડૂત હતો. પેલા ટ્રસ્ટીએ બદલો લેવાની ભાવનાથી પર્યુષણ પર્વના આગળા જ દિવસે ધાકધમકી-બળજબરીથી રૂમ ખાલી કરાવી પેલાને પરિવારસાથે રસ્તે રખડતો કરી દીધો. નારદપાસે તો વિશિષ્ટ બ્રહ્મચર્યની સાધના હોવાથી તેઓ છેવટે વૃત્તિઓ શાંત કરી મોક્ષે ગયા... પણ જેઓપાસે વૃત્તિ આવી નારદ જેવી છે, અને સાધના ખાસ કશી નથી, એમનું શું થશે ?) ત્યાં અપરકંકા નગરનો રાજા પદ્મોત્તર સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ હતો, તેથી તેની પાસે જઇ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું ! તેથી પદ્મોત્તરે દ્રૌપદી ઉપર અનુરાગી થઇ, પોતાના એક મિત્ર દેવ પાસે દ્રૌપદીનું અપહરણ કરાવી પોતાના અંતઃપુરમાં રાખી ! મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ છઠ્ઠ ના પારણે છઠ્ઠું અને પારણે આંબેલવગેરે વિશિષ્ટ તપ કરવાપૂર્વક પોતાનું સતીપણું જાળવી રાખ્યું ! પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને કરી; તેથી કૃષ્ણે પણ ઘણે સ્થળે શોધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિં ! એટલામાં નારદના મોઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા ! પછી કૃષ્ણે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની આરાધના કરી. પ્રસન્ન થયેલા દેવે સમુદ્રમાં માર્ગ આપ્યો; તેથી બે લાખ યોજન
For Private & Personal Use Only
Jain Education International
૬૦
www.janelibrary.org