SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવાનો નહોતો. ભગવાનને ખબર હતી કે મારા કઠોર ઉપદેશથી છેવટેગોશાળાને પશ્ચાતાપ થશે, અને બોધ પામશે, માટે પ્રભુએ ગોશાળાને જવાબ આપ્યો.) તેતેજોલેશ્યાના તાપથી છ મહિના સુધી પ્રભુને લોહીના ઝાડા થયા. શ્રી વીર ભગવાનને કેવલજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરોને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગન થાય, છતાં ઉપસર્ગ થયો એ પહેલું અચ્છેરું! (આમ તો આ અચ્છેરું આ અવસર્પિણીમાં આ ભરતમાં થયેલું સૌથી છેલ્લે અચ્છે છે, પણ કેવળજ્ઞાની તીર્થંકરપર એક વખતનો એમનો જ શિષ્ય એમની પાસેથી જ શીખેલી તેજોલેશ્યા ફેંકી ઉપસર્ગ કરે, એ જઘન્યતમ કૃત્ય છે, અને આ પ્રસંગ સૌથી વધુ આઘાતજનક હોવાથી જ આ અચ્છેરાનું વર્ણન સૌથી પ્રથમ કર્યું, એ જ રીતે તીર્થંકરના ગર્ભનું હરણ થાય અને એ રીતે તીર્થકરને એક ભવમાં બે ભવ કરવા જેવું થાય એ પણ અત્યંતદુઃખદાયક બીના હોવાથી બીજા ક્રમે એ અચ્છેરાની વાત છે.) , બીજું અચ્છેરું ગર્ભહરણ :- અર્થાત્ ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મુકાવું તે ! શ્રી વીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી શ્રી ત્રિશલા રાણીની કુક્ષિમાં થયું. એ અચ્છેરું છે કેમ કે બીજા કોઈ તીર્થકરને આવું નથી થયું ! ત્રીજું અચ્છેરું સ્ત્રી તીર્થકર - શ્રેષ્ઠ પુરુષો જ તીર્થકર થતાં હોય છે. પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીનાકુંભરાજાની પુત્રી મલ્લિકુમારીએ ઓગણીશમાં તીર્થકર થઇ તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ! (આ ચોવીસીમાં દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન પામવાનું વિશિષ્ટ ગૌરવવાળા હોવા છતાં મલ્લિનાથ ભગવાન પૂર્વભવમાં કરેલી માથાના પ્રભાવે સ્ત્રી થયા.) ચોથું અચ્છેરું અભાવિત પર્ષદા:- એટલે કે તીર્થંકરની દેશના નિષ્ફલ થવી! તીર્થકરની દેશના ક્યારેય નિલ જતી નથી, પણ આ અવસર્પિણીમાં શ્રી વીપ્રભુએ કેવલજ્ઞાન પછી દેવોએ રચેલા પહેલા સમવસરણમાં ક્ષણભર દેશના આપી, છતાં કોઇને વિરતિ પરિણામ થયો નહિં, એ અચ્છેરું ચોથું ! (ભગવાન નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહીં, છતાં કેવળજ્ઞાન પછી દેવો સમવસરણ માંડે, ત્યારે દેશના આપવી એ આચાર હોવાથી પ્રભુએ દેશના આપી, પણ ‘કોઈ વિરતિના પરિણામવાળું થવાનું નથી’ એ પ૯ Jan Education natio For Private & Personal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy