________________
પહેલા વેપારાદિમાં સફળતા મેળવનારો પછી દેવાળિયો થાય છે, એમાં આવું તો કારણ નથીને! એ તપાસજો.) એવી રીતે હે આનંદ! તારા ધર્માચાર્યે પોતાની આટલી બધી સંપદા હોવા છતાં હજુ પણ અસંતુષ્ટ થઇ ગમે તેમ બક બક કરી મને રોષાયમાણ કર્યો છે. તેથી હું મારા તપના તેજથી તેને આજે જ બાળીને ભસ્મ કરી નાંખીશ. માટે તું જલ્દી જઇને આ સંદેશો તેને જણાવ. અને તું તારા ધર્મગુરુનો હિતોપદેશક થવાથી પેલા વૃદ્ધ પુરુષની જેમતને જીવતો રાખીશ. આ સાંભળી આનંદ મુનિ ભયભીત થઇ ગયા અને ભગવાન પાસે જલ્દી આવી બધો વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું - આ ગોશાલો આવે છે. માટે હે આનંદ ! તું ગૌતમ વગેરેને જણાવ કે તમે શીઘા આડા અવળા ચાલ્યા જાઓ, ગોશાલાની સાથે કોઇએ બોલવું નહિ. કે કશો જવાબ આપવો નહીં. બધાએ તે પ્રમાણે કર્યું. (કોઈ ક્રોધથી આગ બની આવે, ત્યારે જે ક્ષમાસાગર બન્યા હોય, એ જ સામે ઊભા રહે તે યોગ્ય છે, કષાયકર્મ હોવાથી જેઓ ઈધણાદિરૂપ હોઇ ક્રોધની આગ પકડી લેનારા હોય, એ બધાએ તો દૂર થઇ જવું જ સારુ છે.) તેટલામાં ગોશાલો આવ્યો અને કહેવા લાગ્યો- અરે કાશ્યપ! તું એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાલો મંખલિપુત્ર છે! તારો તે શિષ્ય તો મૃત્યુ પામ્યો છે. હું તો બીજો જ માણસ છું. પણ તેના શરીરને પરિષહ સહવામાં દઢ જાણી હું તે શરીરમાં રહ્યો છું. ઇત્યાદિ વચનોથી તેને પ્રભુનો તિરસ્કાર કરતો જોઇ સહન ન થવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ તેને ઉત્તર દેવા લાગ્યા! તેથી ગોશાલાએ ગુસ્સે થઇ તેજોલેશ્યા મૂકી તે બેય ને બાળી નાખ્યા. તે બંને સાધુઓ કાળ કરી સ્વર્ગમાં ગયા. (અહીં ગોશાળાને જવાબ નહીં દેવાની પ્રભુની આજ્ઞા હોવા છતાં પ્રભુની અવજ્ઞા નહીં જોઈ શકવાથી ગુરુભક્તિના પ્રભાવે દેવલોક પામ્યા.) પ્રભુએ કહ્યું- હેગોશાળા ! તું તે જ છે, બીજો કોઇ નથી. ફોગટશા માટે પોતાને છૂપાવે છે? આ રીતે પોતાને છુપાવવો શક્ય નથી. કોટવાળો વડે જોવાયેલો ચોર પછી એ કોટવાળોથી પોતાને છુપાવવા આંગળીનો કે તણખલાનો સહારો લે, તો શું તે રીતે પોતાને છુપાવી શકે ખરો? પ્રભુએ આવી સાચી વાત કહેવા છતાં તે દુરાત્માએ ગુસ્સો કરી ભગવંત ઉપર પણ તેજલેશ્યા મૂકી! પરંતુ તે તેજોલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ ગોશાળાના જ શરીરમાં દાખલ થઇ. તેથી તેનું આખું શરીર દાઝી ગયું અને સાત દિવસ સુધી અત્યંત વેદના ભોગવી સાતમી રાતે તે મરણ પામ્યો (જમાલિ પણ ભગવાનની સામે પડી, ભગવાનને જે-તે કહેવા આવ્યો હતો. પણ ભગવાને એને કશો જવાબ આપ્યો ન હોતો, કેમ કે એ | પર
Gain Education interational
e
al Use Only
www
bary ID