________________
ગ્રામવાસી સંખલી અને સુભદ્રાનો પુત્ર છે. બ્રાહ્મણની ગૌશાળામાં જન્મેલો હોવાથી ‘ગોશાલો’ એવા નામથી તે પ્રસિદ્ધ થયો છે. પૂર્વે મારા શિષ્ય તરીકે પોતાને | કહેવડાવતો તે મારી પાસેથી જ તેજોલેશ્યા વગેરે કેટલીક જાણકારી મેળવી તથા અષ્ટાંગનિમિત્તોનું જ્ઞાન મેળવી હવે વ્યર્થ પોતાને જિન કહેવરાવે છે. શ્રી વીર ભગવાને કહેલી આ વાત સર્વત્ર ફેલાઇ ગઈ. ભગવાને પોતાનો ભાંડો ફોડ્યો, એ વાતથી રોષે ભરાયેલા ગોશાલાએ પ્રભુના ગોચરીએ ગયેલા આનંદ નામના શિષ્યને કહ્યું- હે આનંદ ! સાંભળ, એક દૃષ્ટાંત કહું છું. કેટલાક વેપારીઓ ધન કમાવવામાટે ગાડાઓમાં વિવિધ પ્રકારના કરિયાણા ભરી પરદેશ ચાલ્યા! ચાલતાં ચાલતાં એક જંગલમાં પેઠા. ત્યાં બહુતરસ્યા થયા. પાણી માટે તપાસ કરતાં તેઓએ રાફડાના ચાર શિખરો જોયા. ‘આમાંથી પાણી મળશે’ એવી આશાથી તેઓએ એક શિખર તોડ્યું. તો તે રાફડામાંથી ઘણું પાણી નીકળ્યું. આ પાણીથી તરસ છિપાવી તેઓએ પોતાના વાસણો પાણીથી ભરી દીધા. પછી એક વૃદ્ધે કહ્યું- આપણું પાણી મેળવવાનું કામ પતી ગયું છે, તેથી બીજું શિખર તોડશો નહીં. તેમ છતાં તેઓએ બીજું શિખર તોડ્યું. તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસે વારવા છતાં લોભવશ તેઓએ ત્રીજું શિખર તોડ્યું. તેમાંથી રત્નો નીકળ્યા. ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું- ભાઇઓ ! આપણને પાણી મળ્યું, સોનું તથા રત્નો મળ્યા. હવે બહુ લોભ સારો નથી, તેથી ચોથું શિખર તોડશો નહીં. આ પ્રમાણે વારવા છતાં લોભાંધ બનેલા બીજા વેપારીઓએ ચોથુ શિખર તોડ્યું. તેમાંથી દષ્ટિવિષ સાપ નીકળ્યો. તે સાપે પોતાની દૃષ્ટિમાં રહેલા ઝેરથી બધાને મારી નાંખ્યા. સંતોષી-ત્યાગી અને હિતશિક્ષા આપનાર પેલો વૃદ્ધ ન્યાયી હતો, માટે વનદેવતાએ તેને જીવતો પોતાના
સ્થાનકે પહોંચાડ્યો. પોતાના વ્યાપારવગેરેમાં સાહસ કરીને એક વાર સફળ થયેલાને શાણા માણસો સમજાવતા હોય છે કે ભાઈ, ઘણું મળી ગયું, હવે સાહસ ન કર.. ત્યારે પુણ્યથી સફળતા મળી છે તે વાત ભૂલી પોતાના સાહસપર વધુ પડતો આત્મવિશ્વાસ રાખી અને લાભ થવાથી લોભ વધવાથી લોભથી પ્રેરાઈને એ ફરી સાહસ કરે છે. જ્યાં સુધી પુણ્ય પહોંચે, ત્યાં સુધી સાહસ સફળ થાય. પણ દરેક નવા સાહસે એક બાજુ પુણ્યનો ભાગાકાર થવા માંડે... તો બીજી બાજુ દરેક સાહસે વધુ લોભી-વધુ મહત્ત્વાકાંક્ષી થયેલો એ વધુ આત્મવિશ્વાસથી ડાહ્યા માણસની સલાહને અવગણવાવાળો થવા માંડે. એમાં અચાનક પુણ્ય પરવારે અને સાપ કરતાં પણ ભયંકર પાપ એવી દષ્ટિ ફેકે કે એક ભવ નહીં, ભવોભવ જાલિમ મોતને ભેટનારો બને. || ૫૭
For Private & Fersonal Use Only
w
ebcam