________________
સૂત્ર ૧૮) તો પછી ભગવાન બ્રાહ્મણકુળમાં કેમ ઉત્પન્ન થયા? તેનો જવાબ-એક ભવિતવ્યતા નામનો ભાવ છે, કે જેથી અનંતી અવસર્પિણી ઉત્સર્પિણી II ગયા બાદ કોઇક વાર લોકમાં આશ્ચર્ય કારક કોક પ્રસંગ બને છે, જેમ કે આ અવસર્પિણી કાળમાં એવા દશ આશ્ચર્ય થયા છે.
દશ અચ્છેરા આ પ્રમાણે........
(૧) ભગવાન શ્રી વીર પ્રભુને કેવલજ્ઞાન પછી ઉપસર્ગથયો. (૨) શ્રી વીર પ્રભુના ગર્ભનું સં હરણ થયું. (૩) શ્રી મલ્લિનાથ સ્ત્રીપણે તીર્થકર થયા. (૪) શ્રી વીર પરમાત્માની દેશના નિષ્ફળ ગઈ. (૫) કૃષ્ણ વાસુદેવ ધાતકી ખંડમાં ગયા. એટલે કે અપરકંકામાં ગમન. (૬) સૂર્ય અને ચન્દ્રમૂળ વિમાને શ્રી વીર પ્રભુને વંદન કરવા આવ્યા. (૭) હરિવંશની ઉત્પત્તિ-યુગલિક જીવો નરકગતિ પામ્યા. (૮) ચમરેન્દ્રનો ઉત્પાત. (૯) ઉત્કૃષ્ટ અવગાહનાએ એકસો આઠ સિદ્ધ થયા. (૧૦) અસંયમીઓની પૂજા થઈ. આવા દશ આશ્ચર્યો થયા.
(૧) શ્રી વીર ભગવાનને ગોશાલાએ ઉપસર્ગ કર્યો. ભગવાન મહાવીર સ્વામીને ગૃહસ્થપણે બાલ્યવયમાં પરીક્ષાનિમિત્તે આવેલા દેવે સાપ અને રાક્ષસના રૂપે ઉપદ્રવ કર્યો. દીક્ષા અવસ્થામાં તો અપરંપાર ઉપસર્ગો થયા. પણ કેવલી અવસ્થામાં પોતાના અતિશયથી બધા ઉપદ્રવો શાંત કરી દેનારા ભગવાનને એ અવસ્થામાં પણ ગોશાળાએ ઉપસર્ગ કર્યો. કેવી આકર્મવિચિત્રતા કે જેમના નામસ્મરણમાત્રથી સકલદુઃખો-ઉપદ્રવો શાંત થઇ જાય, એ ભગવાનને આવો ઘોર ઉપસર્ગ આવ્યો. જે આ પ્રમાણે છે. એકવાર શ્રી વીર ભગવાન શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યારે ગોશાળો પણ ‘હું જિન છું’ એમ લોકોમાં પોતાની જાતને પ્રસિદ્ધ કરતો ત્યાં આવ્યો. તેથી નગરીમાં ‘અહીં બે તીર્થકરો આવ્યા છે એવી વાત ફેલાઇ. આ સાંભળી સાચી વાત જાણવા મળે ને શંકાનું નિરાકરણ થાય, એ આશયથી શ્રી ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછ્યું- હે ભગવંત! આ બીજો ‘હું જિન છું એમ કહેનારો છે કોણ? ભગવાને કહ્યું- ગૌતમ! એ જિન નથી, પણ શરવણ | પ૬
dan Education Intematonal
For Private
Fessel Use Only
www.
brary