________________
હળવા કરી શકાય તેનો માર્ગ બતાવશે, છેવટે એક સાધનામાંથી હારેલા તમને બીજી હળવી સાધના બતાવી, તમારા સાધનામાર્ગને ઊભો રાખશે, વળી ગુરુ ભગવંતની પ્રેરણાથી શરુ કરેલી સાધના એમની રજા વિના-એમને પૂછ્યા વિના પતી મૂકવામાં અવિનય પણ થાય છે. (૩) હાથીએ માંડલું બનાવ્યું, એ નાનું બનાવવાના બદલે એક યોજનનું બનાવ્યું. એ દિલની વિશાળતા સૂચવે છે, દરેક કાર્યમાં બીજાને સમાવવા, બીજાનો વિચાર કરવો એ દિલની મહાનતા છે. (૪) સંસાર પણ દાવાનળ છે, એમાંથી બચવામાટે દેરાસર-ઉપાશ્રય-પંચસૂત્રનો પાઠનવકારનો જાપ માંડલા સમાન છે, દિવસમાં ત્રણ વખત તો એની સાથે સંપર્ક થવો જ જોઇએ. ઘરમાં પણ એક સ્થાન એવું રાખવું જોઈએ, કે જ્યાં ક્રોધની આગ કે વિષયનો અગ્નિ બાળે નહીં; ગમે તેવો ક્રોધ હોય, એ સ્થાનમાં ક્રોધ કરવાનો નહીં, એમ એ સ્થાનમાં પાપ્રવૃત્તિ કરવાની નહીં. (૫) દાવાનલથી બચવા બધા પશુઓ માંડલામાં ભરાયા, તો પણ હાથીના મનમાં દુર્ભાવ નથી કે આ બધા કયાં ઘુસ્યા? આપણી સારી વસ્તુનો બધા ઉપયોગ કરે, તો દુઃખ તો નહીં, આનંદ થવો જોઈએ. સરસ! આપણને લાભ મળ્યો. (૬) હાથીએ પગ મુક્તા સસલાને જોયો, તો સસલાને કાઢી મુકવાના બદલે પોતે પગ ઉંચો રાખ્યો... જીવદયાપ્રેમી દરેક સ્થળે ‘બીજા જીવને પીડા નથી થતી ને એનો ઉપયોગ રાખતો હોય, અને પોતાનું સ્થાન બીજા લઇ લે, તો પણ કલહ-સંક્લેશના બદલે પ્રસન્ન જ રહે. (૭) આગ શાંત થતાં સસલા સહિત બધા ચાલ્યા ગયા, કોઈએ આભાર પણ માન્યો નહીં કે હાથીની પીડામાં મદદ પણ કરી નહીં. હાથીને તો દયાધર્મ કરતાં મોતની પીડા આવી, છતાં હાથીને કોઇના પર દુર્ભાવ નથી, કરુણા જ છે. તો એના પ્રભાવે શ્રેણિકરાજાના પ્રિય પુત્ર બનવાનો, ભગવાનના સાંનિધ્યનો અને સાધુધર્મનો લાભ થયો. કોઇ પણ સુકૃતને માત્ર સાચવવું નહીં, પણ બળવાન બનાવવું હોય, તો કદરની અપેક્ષા ન રાખવી, બીજા પાસેથી કૃતજ્ઞતાકે પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખવી, તથા સુકત કરતાં આવેલી આપત્તિમાં “ધરમ કરતાં ધાડ પડી’ માનવાના બદલે સ્વસ્થતા-સમતા ટકાવી રાખવી જોઇએ. તો એ સુકતના ઉત્કૃષ્ટ લાભરૂપે ઉત્તમ સામગ્રી યુક્ત માનવભવ, પરમાત્માનું સાક્ષાત્ સાંનિધ્ય અને ઉત્તરોત્તર ચઢિયાતા ધર્મની પ્રાપ્તિ થાય. મેઘકુમારને તો એક જીવને બચાવવાની ભાવનાના ફળરૂપે તમામ જીવોને બચાવવાનો સાધુધર્મ મળી ગયો, અને તે પણ ભગવાનના હાથે ! જો એ હાથીએ છેવટે પણ દુર્ગાન-પસ્તાવા-હાયસોસ કર્યા હોત, તો જીવનના ભોગે કરેલો ધર્મએળે જાત, અને પોતે દુર્ગતિ ભેગો થઇ જાત. સેચનક હાથી હલ-વિહલને બળજબરીથી પોતાની પીઠેથી ઉતારી પોતે અંગારામાં પડી મર્યો. છતાં હલ્લ-વિહલને બચાવવાના આ સુક્તના લાભરૂપે સદ્ગતિ થવાના બદલે નરકમાં ગયો, કેમકે મરતી વખતે દુર્ગાનમાં ચઢી ગયો. મરુભૂતિને ક્ષમાપનાનું મહાન કવ્ય કરવા જતાં કમઠે ફેકેલી શિલાથી મોત આવ્યું, છતાં સદ્ધતિના બદલે દુર્ગતિ થઇ, કેમકે ક્ષમાપનાનો ધર્મભૂલી શરીરપીડાના દુર્ગાનમાં ચઢી ગયો. માટે સુકૃત કરતા આવતી આપત્તિમાં સ્વસ્થ જ રહેવાથી લાભ છે, અસ્વસ્થ થવામાં સુકૃતનો લાભ તો જાય છે, ઉપરાંતમાં દુર્ગતિ થાય છે. (૮) જીવનના સારથિ તરીકે ભગવાનને-ગુરુને સ્થાપો.
II ૪૯
dan Education
mata
www
b
ary
ID