SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) જે નવું ઘાસ ઉગે એ પણ ઉખેડતો રહ્યો. વનમાં ફરી દાવાનલ પ્રગટ થવાથી વનમાં રહેલા બધા જીવો ભય પામી એ માંડલામાં આવી ગયા. તું પણ જલ્દી દોડતો ત્યાં આવી ઊભો રહ્યો. એકાએક શરીરને ખણવા તેં એક પગ ઉપાડ્યો, ત્યારે ત્યાં ભીડથી ત્રાસેલું સસલું આવી બેસી ગયું. જ્યારે પગ નીચે મુકતા તે સસલાને જોયું, ત્યારે તને દયા આવવાથી અઢી દિવસ એ જ રીતે પગને ઊંચો રાખ્યો. પછી દાવાનલ શાંત થતાં બધા જીવો સ્વસ્થાને ગયા. ત્યારે અકડાઇ ગયેલા પગને નીચે મૂકવા જતા તું પડી ગયો. તે પછી ત્રણ દિવસ ભૂખ અને તરસથી પીડાવા છતાં કરુણાના પરિણામથી તે ભવનું સો વરસનું આયુષ્ય પૂર્ણ કરી મરીને તું આ શ્રેણિક રાજાને ત્યાં પુત્રપણે જન્મ્યો છે. હે મેઘ ! તેં તિર્યંચના ભાવમાં પણ ધર્મમાટે કષ્ટ સહ્યું, તો આ જગતવંદ્ય સાધુઓના પગના સ્પર્શથી આજે તું કેમ દુભાય છે? એ સાંભળી ચારિત્રમાં સ્થિર થયેલાં મેઘકુમારે સંવેગ વધવાથી ‘બે આંખ સિવાય સંપૂર્ણ શરીરની સારસંભાળ હુંતજું ', એવો દ્રઢ અભિગ્રહ કર્યો. તે પછી નિરતિચાર ચારિત્ર પાળી એક માસની સંખના કરી અંતે કાળધર્મ પામી વિજય નામના અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્યાંથી મહાવિદેહમાં જન્મી ચારિત્ર પામી આરાધના કરી મુક્તિ પામશે. એ રીતે તીર્થકરો ભવ્ય જીવો માટે મોક્ષમાર્ગમાં ધર્મસારથિ સમાન છે. (અહીં કેટલીક વિચારવાની વાતો (૧) કોઈ પણ ધર્મ-સાધના આરંભે કષ્ટદાયક હોઈ શકે છે, પણ તે વખતે સંકલ્પ-વિકલ્પ કરવાના બદલે સત્ત્વની પરીક્ષા સમજવી જોઈએ, (૨) કદાચ મન નબળું પડી જાય, તો પણ જાતે એ સાધના છોડી દેવાના બદલે જે ગુરુભગવંતની પ્રેરણાથી-જે ગુરુભગવંતની પાસે એ સાધના કરતાં હોઈએ એમની પાસે મનની વાત રજુ કરી ‘સાધના મુકી દેવાની ઇચ્છા છે' એમ કહેવું જોઈએ. ભગવાન મહાવીરસ્વામી ત્રીજા મરીચિના ભવમાં દીક્ષાના કષ્ટથી ઢીલા પડ્યા, ત્યારે પ્રભુ ઋષભદેવ પાસે જઇ રજુઆત કરવાના બદલે પોતાની જ સ્વેચ્છાથી નવો વેશ ધારણ કર્યો, એમાં ઘણી રીતે પતન થવાના પ્રસંગો આવ્યા, મેઘકુમારે ભગવાન પાસે જવાનું રાખ્યું, તો સંયમમાર્ગે સ્થિર થયા. આપણું મન આવા પ્રસંગે ગુરુ મહારાજ પાસે જઇશું તો ગુરુમહારાજ સાધના ચાલુ રાખવા દબાણ કરશે, ના પડાશે નહીં, ને આપણાથી થઇ શકે એમ તો છે નહીં. માટે જવું જ નથી’ એવી દલીલ કરશે, પણ મનની આ વાતમાં આવી જશો નહીં. ગુરુમહારાજની પ્રેરણા મનને મજબૂત બનાવશે, કેમ કે સાધના ન થવામાં વાંક શરીર કરતાં મનનો જ વધુ હોય છે, અથવા એ સાધનામાં આવતાં કષ્ટ કેવી રીતે ૪૮ Gain Education Intematonal For Private & Personal Use Only www. library.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy