SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દે છે પ્રભુ ધર્મસારથિ કેવી રીતે ? એ વિષયમાં મેઘકુમારનું દૃષ્ટાંત છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. તેમના ઉપદેશથી શ્રેણિક રાજાની ધારિણી રાણીનો પુત્ર મેઘકુમાર બોધ પામ્યો. માતા પિતાની અનુમતિથી આઠ સ્ત્રીઓને ત્યજી દીક્ષા લીધી. ભગવાને સંયમની તાલીમ માટે સ્થવિરોને સોંપ્યા. ત્યાં મોટાનાનાના ક્રમ પ્રમાણે સંથારો કરતાં મેઘકુમાર મુનિનો સંથારો છેલ્લો આવ્યો. રાત્રે બહાર જતાં આવતા સાધુઓના પગની ધૂળ સંથારામાં ભરાઇ. તેથી આખી રાત નિદ્રાન આવી. તેથી મેઘકુમારે મનમાં ચિંતવ્યું ક્યાં મારી રાજમહેલની સુખશય્યા અને ક્યાં આ ભૂમિમાં આળોટવાનું ? આવું દુઃખ કેટલો કાળ સહી શકાય ? માટે સવારે ભગવાનને પૂછીને ઘરે જઇશ. એ વિચારથી સવારે ભગવાન પાસે આવ્યા. ભગવાને મધુર વાણીથી તેમને બોલાવ્યા અને કહ્યું - હે વત્સ! તેં રાતના દુર્ગાન કર્યું. પણ તે યોગ્ય નથી. નારક વગેરેમાં કેટલા સાગરોપમ કાળ સુધી દુઃખ વેઠ્યા છે. તેની સામે આદુઃખતો અલ્પમાત્ર છે. વળી કહ્યું છે કે અગ્નિમાં પ્રવેશવું અથવા અનશનઆદિ વિશુદ્ધ કાર્યો કરતાં કરતાં મરવું સારું, પણ લીધેલુ વ્રત ભાંગી જીવવું સારું નથી. વળી આ ચારિત્રવગેરેનું કષ્ટ તો મહાલાભનું કારણ છે. સાંભળ ! તેં પણ પૂર્વ ભવમાં ધર્મમાટે કષ્ટ સહવાથી આટલું મોટું ફળ મેળવ્યું છે. પૂર્વે ત્રીજા ભવે તું વૈતાઢ્યની ભૂમિમાં છ દાંતવાળો, અને એક હજાર હથિણીઓનો સ્વામી એવો મોટો સફેદ હાથી હતો. એકદા જંગલમાં દાવાનળ સળગવાથી તું ભય પામી ભાગતા ભાગતા તરસ લાગવાથી એક સરોવરમાં ઉતર્યો. પણ માર્ગ નહિ જાણવાથી કાદવમાં ખેંચી ગયો. પાણી અને કાંઠાથી વંચિત બનેલો તું આકુળ વ્યાકુળ થયો. ત્યારે પૂર્વના વૈરી હાથીએ દત્તશુળથી ઘણાં પ્રહારો કર્યા. તેની તીવ્ર વેદના ભોગવી સાતમા દિવસે એકસો વીસ વર્ષની ઉંમરે મરીને તું વિંધ્યાચળમાં સાતસો હાથિણીઓનો સ્વામી ચાર દાંતવાળો લાલ વર્ણનો હાથી થયો. એક્વાર ત્યાં દાવાનળ જોઇ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી દાવાનલથી બચવા તે એક યોજન પ્રમાણ ભૂમિમાં માંડલું-કુંડાળુ બનાવી એમાંથી સઘળું ઘાસ ઉખેડી નાંખ્યું, અને વર્ષાકાળની શરુઆતમાં, વચ્ચે અને અંતે Jain Education temational For Private & Fersonal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy