________________
મિથ્યાત્વથી ઢંકાયેલી આંખનાએ આવરણોને દૂર કરી દૂરનું જોઈ શકે એવી વિવેકચક્ષુ આપે છે અને સંસારમાં ભૂલા પડેલા આપણને મોક્ષમાર્ગ બતાવે છે. ભગવાન ખરા કોટવાળ છે, જે આપણને દરેક ભયોરૂપી દુર્જનોથી નિર્ભય બનાવે છે, પ્રભુ જ ખરા આઈસ્પેશિયાલીસ્ટ (આંખના નિષ્ણાત) છે કે જે આપણી મિથ્યાત્વના અંધત્વ અને વિકારોના મોતિયાથી સાવ ખાડે ગયેલી સમજણરૂપી આંખની યોગ્ય ચિકિત્સા કરી વિવેકનું એવું તેજ એમાં પૂરે છે, કે હવે પછી ક્યારેય અંધાપો, મોતિયો આવે જ નહીં. ભગવાન જ ખરા માર્ગદર્શક ભોમિયા છે કે જે એવા સાચા રસ્તે ચઢાવી દે છે કે પછી ક્યારેય ભૂલા પડવાનું થાય જ નહીં. તેથી જ કહે છે મગ્નદયાણું.... માર્ગ દાતા... સરણદયાણ = ચાર સંજ્ઞારૂપ, ચાર કષાયરૂપ કે ચાર ગતિરૂપ સંસારથી ત્રાસેલા, થાકેલા, દાઝેલા અને તેથી જ ડરેલા ભવ્યજીવોને હાશ, આરામ,
ઠંડક અને આશ્વાસન આપવારૂપે શરણદાતા બનેલા... જીવદયાણ = ક્યારેય મરણ ન થાય એ રૂપે જીવન દેનારા... બોદિયાણ = સભ્યત્વાદિરૂપ બોધિ આપનારા... ધમ્મદયાણ = શ્રત અને ચારિત્રરૂપ ધર્મ દાતા... ધમ્મદેસવાણ = ધર્મોપદેશ દેનારા. ધમ્મનાયગાણું = નટ અથવા નેતાની જેમ માત્ર ઉપદેશ દેનારા નહીં, પણ ઉપદેશેલા ધર્મના સ્વામી... ધમ્મસારહાણે | = ધર્મરૂપી રથના સારથિ...
Jan Education international
For Private & Fersonal Use Only