SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) મરણનો ભય- મોતનો ભય. (૭) અશ્લાઘા ભય- લોકોમાં અપયશ ફેલાવાનો ભય. આ સાતે પ્રકારના ભયનો નાશ કરી અભયને આપનારા... ચખુદયાણું = ચક્ષુ સમાન ગણાતું શ્રુતજ્ઞાન આપનારા હોવાથી ચક્ષુદાતા... મગ્નદયા = ચિત્તની અવક્રવૃત્તિરૂપી માર્ગદેનારા... અથવા એક દષ્ટાંત લઈએ... કેટલાક મુસાફરો જંગલના રસ્તે જતાં હતા... માર્ગમાં નિર્દય ચોરો મળ્યા. ચોરોએ મુસાફરોનું બધું ધન લૂંટી લીધું... પણ એટલાથી સંતોષ ન થયો, તો બંને આંખે પાટા બાંધી દીધા. પછી વધુ હેરાન કરવા ખોટા રસ્તે ચઢાવી દીધા.. ભૂલા પડેલા, ભયભીત થયેલા અને ભિખારી થઇ ગયેલા એ મુસાફરોને કોણ હુંફ આપે, માર્ગે લાવે, અને ગુમાવેલું પાછું અપાવે? એ વખતે કોઈ નિર્ભય, જાણકાર અને સમર્થ વ્યક્તિ ત્યાં આવી સૌ પ્રથમ તો હંફ આપે, પછી આંખનો પાટો દૂર કરી સ્વસ્થ કરે, પછી માર્ગે ચઢાવી દે અને ખાતરી આપે-તમે ચિંતા ન કરો, તમારો બધો લુંટાયેલો માલ ચોરો પાસેથી તમને પાછો મળી જશે....જરા ય ફીકર નકરો... તો એ મહામાનવ કેવો દેવ જેવો લાગે ! સાક્ષાત ભગવાન લાગે! ભગવાન પણ આપણા જ્ઞાન-દર્શનાવરણ કર્યો હઠાવી અને સભ્યશ્રદ્ધાના દીવડા પ્રગટાવી આંખ અને પ્રકાશ આપનારા છે, ‘તું શુદ્ધ છે, બુદ્ધ છે... અરે સાક્ષાત્ મારા જેવો જ છે' એવા વચનોથી આપણને હંફ આપે છે અને અનંત સુખના-આપણા પોતાનાખરા ઘરના-મોક્ષના સમ્યગ્દર્શનાદિ માર્ગે ચઢાવી આપણને વિશ્વાસ આપે છે, કર્મ અને મોહ ચોરે ચોરેલા તમારા ક્ષમાવગેરે ધન તમને પાછા મળશે! ભગવાન આપણને ક્રોધાદિ કષાયોએ લૂંટી લીધેલા ક્ષમા-શાંતિવગેરે ધર્મ પાછા અપાવે છે, ૪૫ www.albaryong dan Education tematical For Plate & Pessoal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy