________________
पलंबमाण-घोलंत-भूसणधरे, ससंभमं तुरिअं चवलं सुरिंदे सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता पायपीढाओ पचोरुहइ, पचोरुहित्ता वेरुलिअ-वरिठरिट्ठ-अंजण-निउणोवचिअ-मिसिमिसिंत-मणिरयण-मंडिआओ पाउयाओ ओमुअइ, ओमुइत्ता एगसाडिअं उत्तरासंगं करेइ, करिता अंजलि-मउलिअग्ग-हत्थे तित्थयरा-भिमुहे सत्तट्ठ पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणितलंसि साहट्ट तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवेसेइ, निवेसित्ता ईसिं पचुन्नमइ, पञ्चुन्नमित्ता कडग-तुडिअ-थंभिआओ भुआओ साहरइ, साहरित्ता करयलपरिग्गहिअं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट एवं वयासी ॥१४||
સૂત્ર ૧૪) આ રીતે સૌધર્મ સભામાં બેસીને ઇન્દ્ર નાટક ચટક જોઇ રહ્યા હતા, ત્યારે અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને જંબુદ્વીપનું નિરીક્ષણ કરતાં-કરતાં દક્ષિણાર્ધ ભરતમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને બ્રાહ્મણકુંડગ્રામ નગરના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે રહેલા જોયાં. તેથી ઇંદ્ર હર્ષ પામ્યા. આનંદિત થયા. પ્રીતિ પામ્યા અને રોમરાજી વિકસિત થઈ. મુખ અને નયન પ્રમુદિત થયા. ભગવાનના દર્શનથી અત્યંત હર્ષથી સંભ્રમિત થઈ એક ઝાટકે સિંહાસન પરથી ઉઠતા કંકણ, કેયૂર, કુંડળ, હારવગેરે બધા આભૂષણો દોલાયમાન થયા. દેવ-ગુરુના દર્શનથી થતો આવો સંભ્રમ દૌર્ભાગ્યઆદિ અનેક કર્મોનો નાશ કરે છે.) આ આનંદમાં સિંહાસન ઉપરથી ઉઠીને નીચે ઉતરી મરકત-રિષ્ટ અને અંજન જાતિનાં લીલા અને શ્યામ રત્નોથી સુંદર કારીગરે બનાવી હોય એવી, અને ચન્દ્રકાન્ત અને કર્કતન મણિઓથી જડેલી મોજડીઓ પગેથી ઉતારી. તે પછી ઉત્તરાસંગ કરી બે હાથ મસ્તકે જોડી જે દિશામાં ભગવાન હતા, તે દિશામાં સાત આઠ પગલા જઇ ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે સ્થાપી ત્રણવાર મસ્તકથી ભૂમિને સ્પર્શ કર્યો. પછી કંકણ અને બાજુબંધથી અક્કડ બનેલી બે ભૂજાઓ વાળી મસ્તકે બે હાથથી અંજલિ કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
Gain Education international
For Private & Fersonal Use Only
www
brary