________________
આનંદના બદલે કોક ન આવ્યું, એના અફસોસથી દુઃખી થઈ જાય છે, અને પછી તક મળે ત્યારે બદલો લેવાનું મન થઈ જાય છે અને અવસર મળ્યું જાહેરમાં અપમાન કરી, બદલો વાળ્યાનો તામસિક આનંદ અનુભવે છે. (૪) સમજુ શ્રાવક મિથ્યામતની આકર્ષક દેખાતી કોઈ પણ વાતથી પ્રભાવિત થતો નથી. સુલસા સાક્ષાત બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરાદિ પધાર્યાની વાતથી પણ આકર્ષણ પામી નહોતી, કેમ કે એમાં જીવને અનાદિકાલથી પરેશાન કરનારા ત્રણ મહાશત્રુઓ (૧) મિથ્યાત્વ (૨) મોહનીય કર્મ અને (૩) અજ્ઞાનદશાને પોષણ મળે છે. (૫) રાજાવગેરેના અભિયોગ-દબાણથી મિથ્યાત્વીના કોઈ પ્રસંગમાં જવાનું થાય, તો પણ સમજુ શ્રાવક એમાં રસ ધરાવે નહીં. (૬) શ્રાવકે જ્યારે બીજાતરફથી અપમાનઆદિનો પ્રસંગ આવે, ત્યારે બીજાપર રોષ કરવાના બદલે કર્મની પરિણતિ વિચારી, અને ભગવાનની વહેલી દીક્ષા લઈ લેવાની વાતને યાદ કરી પોતે સંસારના ભોગોમાં આસક્ત રહ્યો, માટે આમ થયું, એમ પોતાનો જ વાંક જોઈ સ્વસ્થ જ રહે અને આ પ્રસંગને વૈરાગ્યનું નિમિત્ત સમજી યથાશીઘદીક્ષા ગ્રહણ કરે. સીતા અને વૈશ્રવણવગેરેના પ્રસંગોમાંથી પણ આજ જાણવા મળે છે. (૭) આજે તમે કોઈનું અપમાન કરો, તો તે બે-પાંચ મીનિટનો પ્રસંગ હશે, પણ તેના દંરૂપે કર્મસત્તા તમને એવા સંયોગ તરફ ધકેલી દે, કે પછી તમારે એના નોકરાદિરૂપે રહી જિંદગીભર અપમાન સહન કરવા પડે. ગરિકે કાર્તિક શેઠનું અપમાન એક વાર કર્યું. પરિણામે દેવલોક મળવા છતાં-દેવ બનવા છતાં વારંવાર હાથી-પશુનો આકાર ધારણ કરવાનો અને ઇંદ્ર એનાપર બેસી જાહેર પ્રસંગોમાં જાય. બોલો કેટલી વખત હવે અપમાન સહેશે ! આ બધા મુદ્દા વિચારી આપણે સાવધ રહેવાનું છે.)
તે ઇન્દ્ર પાંચસો મંત્રીની એક હજાર આંખેશાસન કરતો હોવાથી તેનું નામસહસ્રાક્ષ પણ છે. મોટો મેવવશ હોવાથી મેઘવાન છે. ‘પાક' નામનાદૈત્યને શિક્ષા કરી હોવાથી એ પાકશાસન છે. બત્રીસ લાખ વિમાનનો સ્વામી છે તથા મેરુની દક્ષિણ બાજુના લોકાર્ધનો અધિપતિ છે. (ઉત્તર લોકાર્ધનો અધિપતિ ઇશાન ઇન્દ્ર છે.ઇન્દ્રના પાકશાસન આદિ કેટલાક નામો જૈનેતરમતને અપેક્ષીને છે.) તે બન્ને સ્વચ્છ અને ઉજ્જવળ વસ્ત્ર પહેર્યા છે. માળા-મુગટ અને તદ્દન નવા લાગતા અત્યંત સુંદર અને ચંચળ કુંડલો પહેર્યા છે. વળી આ ઇંદ્ર છત્રાદિ રાજચિહ્ન સૂચવતી મોટી ઋદ્ધિ તથા આભૂષણ અને શરીરગત મોટી ઘુતિવાળા છે, મહાબળવાન છે, મોટા યશવાળા છે, વિશિષ્ટ મહિમાવાળા છે, મહા સુખી છે, દેદીપ્યમાન શરીરવાળા છે, તથા ગળામાં પાંચ વર્ણના પુષ્પોની માળા પહેરેલી છે. સૌધર્મ નામના પ્રથમ
૩૯ www.anelibrary.org
Gain Education
matonal
For Private & Personal use only