________________
શતક્રતુ તરીકે લોકોમાં પ્રસિદ્ધ થયો. એકવાર મહિનાના ઉપવાસવાળો ઐરિક તાપસ ત્યાં આવ્યો. (સામાન્યથી માણસ ભૂખ સહન કરી શકતો નથી. તેથી જ ભૂખપર વિજય મેળવી તપ કરનારપર બહુમાન થાય છે. તેથી) આખું ગામ તેનું ભક્ત થયું. શ્રાવક હોવાથી કાર્તિક શેઠ તાપસ પાસે ગયા નહીં, તેથી તાપસ રોષે ભરાયો. (કારણ કે તાપસ મૂઢ, મિથ્યાત્વી અને અન્ન હતો, તેથી તપ કર્મક્ષયમાટે નહીં પણ માન-પાન મેળવવા કરતો હતો. જે તપ-જપ ક્રિયા અર્ડના બદલે અહં તરફ લઈ જાય, તે અજ્ઞાનકષ્ટ છે.) એકવાર રાજાએ તાપસને પારણા માટે વિનંતી કરી. ત્યારે તેણે કહ્યું- જો કાર્તિક મને ભોજન પીરસે, તો તમારે ત્યાં પારણું કરું. રાજાએ કબૂલ રાખ્યું. કાર્તિકને આજ્ઞા કરી. ત્યારે શેઠે કહ્યું- રાજન! તમારી આજ્ઞા હોવાથી ભોજન પીરસવા આવીશ. તાપસ જમવા આવ્યા. શેઠે ભોજન પીરસ્યું. ત્યારે અભિમાની તાપસે- હે ધિષ્ઠા! એમ કહી નાક ઉપર આંગળી અડાડી શેઠનું અપમાન કર્યું. શેઠે વિચાર્યું - મેં જો પૂર્વેદીક્ષા લીધી હોત, તો રાજાની આજ્ઞાને વશ થઇ આ રીતે પરાભવ સહવો પડત નહિ. એમ વિચારી એક હજાર અને આઠ વેપારી પુત્રો સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. બાર અંગો ભણી, બાર વરસ દીક્ષા પાળી કાળ કરી સૌધર્મઇન્દ્ર થયા. તાપસ પણ પોતાના ધર્મથી મરી એ ઇન્દ્રના ઐરાવણ હાથીરૂપે વાહન થયો. પણ આ ઇન્દ્ર તો કાર્તિક છે એમ જાણી તે નાસવા લાગ્યો. તેથી ઇન્ને પકડીને તેનાપર સવારી કરી. ઇન્દ્રને ડરાવવા તેણે બે રૂપ કર્યા. ઇન્દ્ર પણ બે રૂપ કર્યા. હાથીએ ચાર રૂપ કર્યા. તો ઇન્દ્ર પણ ચાર રૂપ કર્યા. પછી ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્યું- આ તો ઐરિકનો જીવ છે. તેથી તિરસ્કાર કર્યો, પછી તેણે મૂળ રૂપ ધારણ કર્યું. આ પ્રસંગથી ઘણી સમજવાની બાબતો વિચારી શકાય. (૧) શ્રાવક સતત આરાધનામાં મસ્ત હોય. એક જ પ્રકારના નિયમ સો વાર કરવા છતાં કંટાળે નહીં. (૨) સામાન્યથી લોકો પોતાનાથી નહીં થઈ શકતી તપ-જપ-દાનાદિ ક્રિયાઓ કરનારપર આકર્ષાઇ જાય છે, પણ તેટલા માત્રથી એ તપ આદિ ક્રિયા અનુમોદનીય બની જતી નથી. પ્રભુએ બતાવેલા આત્માના અને મોક્ષના સ્વરૂપ પર પૂર્ણ શ્રદ્ધા સાથે કર્મક્ષયઆદિ હેતુથી કરવામાં આવેલી નવકારશી જેવી નાની પણ તપક્રિયા જે ફળ આપી શકે છે, તે ૬૦ હજાર વર્ષનું અજ્ઞાન તપ આપી શકે નહીં, એમાં પણ જો એ તપ અાં પોષવા, માન-પાન મેળવવા જ થાય, તો તપને બદલે કષ્ટ જ બની રહે છે. (૩) અહં પોષવા તપ કરનારનો આત્મા શાંત થવાના બદલે કોણ શાતા પૂછવા આવ્યું અને કોણ આવ્યું નહીં એની નોંધથી અશાંત થઈ જાય છે, અને ઘણા શાતા પૂછવા આવ્યા એના
/ ૩૮
dan Education Intematonal
For Private & Personal Use Only
www.albaryong