________________
વ્યા.
(આ આખો પ્રસંગ ઘણો ઘણો બોધ આપી જાય છે, પહેલી વાત તો એ કે દેવાનંદા બ્રાહ્મણી અને ઋષભદત્ત બ્રાહ્મણ અલગ અલગ ઓરડામાં નિદ્રા લેતા હતા. એવી વાત આવે છે કે કલ્પસૂત્રમાં આવતી આ વાત એકાગ્રચિત્તે સાંભળતાપ્રેરણા પામી પેથડશાહના પિતાજી દેદાશાહભરયુવાનવયમાં પત્ની સાથે આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું અને પછી અલગ ઓરડામાં સુવાનું રાખ્યું. જેઓને બ્રહ્મચર્ય પાળવું છે- મનને પવિત્ર રાખવું છે- તેઓએ વિજાતીયસાથે નિકટતા, સ્પર્શ અને એકાંત ટાળવા જરૂરી છે. ખરેખર પવિત્ર જીવન જીવનારાના ગર્ભમાં અને ઘરમાં ઉત્તમપુરુષો અવતાર લે છે. બીજી વાત એ કે દેવાનંદાને મનમાં અત્યંત હર્ષ હોવા છતાં ચાલ વગેરેમાં કોઇ ફરક પડતો નથી, આ બતાવે છે કે જીવનની ગમે તેવી સારી-નરસી પળોમાં પણ અતિરેકમાં આવી ઉતાવળા ન થાવ. ત્રીજી મહત્ત્વની વાત એ કે દેવાનંદા બ્રાહ્મણી પતિને મંગલકારી શબ્દોથી જગાડે છે. આમ જાગતા જ મંગલ થવાથી દિવસ મંગલકારી નીવડે. ક્યારેય કોઇનેય સવારે નિદ્રામાંથી જગાડવાનું થાય, તો મધુર કંઠે નવકાર સંભળાવતા સંભળાવતા શાંતિથી જગાડવા જોઈએવા જોઈએ. અને નિર૧વી જોઈએ કે આ સાંભળતા સાંભળતાં જ જાગી જવાય. આ ઊઠવા અને ઊઠાડવામાં એવી કચકચ થઇ જાય કે સવારનું સૌથી પહેલું કામ લડવાનું થઇ જાય... પછી બંનેનો દિવસ કેવો જાય? ચોથી વાત એ છે કે પત્નીનો પતિ સાથેનો વાર્તાલાપનો વ્યવહાર અને પતિનો પત્ની સાથેનો એ વ્યવહાર કેટલો ઉમદા અને પ્રસન્ન દેખાય છે? તમને તો આ બધી વાતો દિવાસ્વપ્ન જેવી લાગે છે ને! પણ એમાં વાંક બીજાનો નહીં, તમારો કાઢજો... વળી બીજાએ કહેલી સારી વાત-સારા સપનાની વાત વધાવી લઇ એની અનુમોદના કરવી જોઈએ, અને આપણામાટે કોઇ સારી વાત કહે, તો આપણે એ વાતમાં શંકા રાખ્યા વિના સહર્ષ સ્વીકારી લેવાથી એ વાત સાચી પડવાની વિશેષ સંભાવના રહે છે. માટે તો કોઈ આપણામાટે સારું ભવિષ્ય કહે, તો આપણે કહીએ છીએ- તમારા મોંમાં સાકર ! બોલો કેટલી મજાની વાતો છે. ભગવાનના આ ચ્યવન કલ્યાણકના મંગલકારી અવસરે ચાલો ગાઇએ!
જે ચૌદ મહા સ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, ને ગર્ભમાંથી જ્ઞાન ત્રયને ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલા જ ચોસઠ ઇંદ્ર જેને વંદતા, એવા પ્રભુ મહાવીરને (અરિહંતને) પંચાંગભાવે હું નમું !
માતાની કુક્ષિમાં આવવા માત્રથી માતા ને ચૌદ સ્વપ્નો દ્વારા આનંદિત-આનંદિત કરી દેનારા, ગર્ભકાળમાં પણ વિશિષ્ટ મતિ-શ્રુત-અવધિજ્ઞાનથી યુક્ત અને ગર્ભમાં પણ ચોસઠ ઇદ્રોની સલામી લેનારા પ્રભુ વીરને વંદન વારંવાર...)
I ૩૬
dan Education Intematonal
For Private & Fersonal Use Only
www.albaryo