________________
१०. तं उराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिठ्ठा-जाव आरुग्ग-तुट्ठि-दीहाउअ-मगल्लकारगा ण तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठ त्ति कट्ठ भुजो भुजो अणुवूहह ||१०|
११. तए णं सा देवाणंदा माहणी उसभदत्तस्स माहणस्स अंतिए एअमटुं सुचा निसम्म हट्ठतुट्ठ जाव हियया करयल-परिग्गहिअंदसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट उसभदत्तं माहणं एवं वयासी ॥११॥ १२. एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाणुप्पिया ! असंदिद्धमेयं देवाणुप्पिया ! इच्छिअमेयं देवाणुप्पिया ! पडिच्छिअमेयं देवाणुप्पिया ! इच्छिअपडिच्छिअमेयं देवाणुप्पिया ! सच्चे णं एसमढे से जहेयं तुब्भे वयहत्ति कट्ठ ते सुमिणे सम्म पडिच्छइ, पडिच्छित्ता उसभदत्तेणं माहणेणं सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणा विहरइ ॥१२॥
સૂત્ર ૯) દેવાનુપ્રિયા! વળી તે ચંદ્રતુલ્ય સૌમ્ય-મનોહર-દર્શનીય અને અતિ રૂપવાન થશે. આઠ વર્ષે સમગ્ર વિજ્ઞાનનો જ્ઞાતા થશે. યૌવનવયે તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ઇતિહાસ, શબ્દ શાસ્ત્રો, ગણિત શાસ્ત્ર, ભાષા શાસ્ત્રો, ષષ્ટિતંત્ર, અષ્ટાંગ નિમિત્ત, છંદ શાસ્ત્ર-આચાર શાસ્ત્રો-સર્વવિધિ શાસ્ત્રો ઇત્યાદિ જગતની સર્વ વિદ્યાઓનો સાંગોપાંગ જ્ઞાતા થશે. તથા પોતે બીજાઓને એ શાસ્ત્રો યાદ કરાવનાર, ભૂલ કાઢનાર ધારણાગુણયુક્ત થશે.
સૂત્ર ૧૦) માટે હે દેવાનુપ્રિયા ! તમે ઉત્તમ સ્વપ્નો જોયા છે. ઇત્યાદિ કહી વારંવાર અનુમોદના કરી.
સૂત્ર ૧૧+૧૨) દેવાનંદા પણ આ ફળ સાંભળી તથા હૃદયમાં ધારી અતિ હર્ષ પામ્યા અને કહ્યું - હે સ્વામિ! આપે કહ્યું છે તેમ જ છે. યથાર્થ છે. સંદેહ વિનાનું છે. ઇષ્ટ છે. ઇચ્છેલું છે. આપે જે કહ્યું તે સત્ય જ છે. અને આપના મુખના બોલ મેં તરત ઝીલ્યા છે. એમ કહેવાદ્વારા ઋષભદત્તના વચનોને વધાવે છે. [૩૫
Gain Education Intematonal
For Private & Personal Use Only
www
bary ID