________________
દ
९. से वि अ णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते रिउव्वेअ- जउव्वेअ-सामवेअ-अथव्वणवेअ-इतिहासपचमाण निग्घंटुछट्ठाणं संगोवंगाणं सरहस्साणं चउण्हं वेआणं सारए, वारए, धारए, सडंगवी, सद्वितंतविसारए, संखाणे (सिक्खाणे) सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोइसामयणे अन्नेसु अ बहुसु बंभण्णएसु परिव्वायएसु नएसु सुपरिनिट्ठिए आवि भविस्सइ ॥९॥
અંગૂઠાના મધ્ય ભાગમાં જો જવ હોય, તો વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગૂઠામાં જવ હોય, તો શુક્લ પક્ષમાં જન્મ ગણવો.
જેની આંખો લાલ રહેતી હોય, તેને સ્ત્રી છોડતી નથી. સુવર્ણ સમાન પીળી-આંખવાળાને ધન ત્યજતું નથી. લાંબી ભૂજાવાળાને હંમેશા ઠકુરાઇ-મોટાઇ મળે છે. અને શરીરે હૃષ્ટ પુષ્ટ હોય, તે હંમેશા સુખી હોય.
આંખ સ્નિગ્ધ હોય તો સૌભાગ્ય મળે, દાંત સ્નિગ્ધ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીર સ્નિગ્ધ હોય તો સુખ મળે અને પગ સ્નિગ્ધ હોય તો વાહન મળે !
જેની છાતી વિશાળ હોય, તે ધન તથા ધાન્યનો ભોગી થાય. જેનું મસ્તક વિશાળ હોય, તે ઉત્તમ રાજા થાય. જેની કમ્મર વિશાળ હોય તેને ઘણાં પુત્ર તથા સ્ત્રી હોય અને જેના પગ વિશાળ હોય, તે હંમેશા સુખી થાય !).
હે દેવાનુપ્રિયા ! તમારો પુત્ર ૧૦૦૮ ઉત્તમ લક્ષણોવાળો તથા ઉત્તમરૂપસૂચક મષા-તલવાળો થશે. તેનું શરીર માન-ઉન્માન અને પ્રમાણથી યુક્ત હશે. (જળથી ભરેલા કુડમાં બેસવાથી બહાર નીકળેલું પાણી એક દ્રોણ જેટલું થાય, તો માનયુક્ત. તુલાએ તોળતાં વજન અડધો ભાર (આશરે પોણાચારમણ) થાય એ ઉન્માન યુક્ત. અને જે પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચો હોય, તે પ્રમાણયુક્ત પુરુષ ઉત્તમ ગણાય. તેથી ન્યૂન છન્નુ આંગળ ઊંચો મધ્યમ અને ચોરાશી આંગળ ઊંચો હીન જાણવો. તેમાં પણ તીર્થકરો તો મસ્તકે બાર આંગળ શિખા હોવાથી ૧૨૦ આંગળ ઊંચા હોય છે.)
Gain Education Interational
For Plate & Pessoal Use Only
www.albaryo