________________
વ્યા. | જન્મમાંથી આવેલો અને પાછો પણ મનુષ્યમાં જવાવાળો જાણવો.
જે કપટ, લોભ, સુધા, આળસ અને ઘણો આહાર વગેરે ચેષ્ટાવાળો, હોય તે પુરુષ તિર્યંચમાંથી આવેલો અને પાછો ત્યાં જવાવાળા તરીકે સૂચવે છે.
તીવ્ર રાગવાળો, સ્વજનો ઉપર દ્વેષ કરનારો, ખરાબ ભાષા બોલનારો તથા મૂર્ખનો સંગ કરનારો માણસ પોતાનું નરકગતિમાં ગમન અને નરકગતિમાંથી આવવું સૂચવે છે.
મનુષ્યને જમણી બાજુએ જમણું આવર્ત શુભ કરનારું જાણવું-ડાબી બાજુએ ડાબું આવર્ત નિંદનીય-અશુભ કરનારું જાણવું. જમણી બાજુએ ડાબું કે ડાબી બાજુએ જમણું આવર્ત મધ્યમ જાણવું.
જે માણસોની હથેળી રેખા વિનાની હોય અથવા ઘણી રેખાવાળી હોય, તે માણસો અલ્પ આયુષ્યવાળા, નિર્ધન અને દુઃખી હોય છે. જે પુરુષોની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી મોટી હોય, તેઓને ધનની વૃદ્ધિ થાય અને મોસાળ પક્ષ મોટો હોય.
મણિબંધથી પિતાની–ગોત્રની રેખા ચાલે છે, અને કરભથી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગૂઠાની વચ્ચે જાય છે ! જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દોષ રહિત હોય, તેઓના ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહિતર નહિ !
આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય, તેટલા પચ્ચીશ પચ્ચીસ વર્ષનું આયુષ્ય જાણવું.
T૩૩
Jan Education Memational
For Prve & Personal use only
w
ebcam