________________
છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, સૂપ, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક કરાતી લક્ષ્મી, સુંદર માળા તથા મોર. બીજી રીતે પણ - જેના નખ, હાથ-પગના તળિયાં, જીભ, હોઠ, તાલુઅને આંખના ખૂણા આ સાત લાલ હોય, તે સપ્તાંગ રાજ્ય પામે. હૃદય, ડોક, નાક, નખ, મુખ અને કક્ષા એ છ ઊંચા હોય તેની બધી રીતે ઉન્નતિ થાય. દાંત, ચામડી, વાળ, આંગળીઓના પર્વો અને નખ એ પાંચ સૂક્ષ્મ (બારીક) હોય, તે મહા ધનિક થાય. આંખ, હૃદય, નાક, હડપચી અને હાથ એ પાંચ લાંબા હોય, તે દીર્ધાયુ-ધનવંત અને પરાક્રમી થાય. ભાલ, છાતી અને મુખએ ત્રણ પહોળા હોય, તે રાજા થાય. ડોક, જંઘા અને પુરુષચિલ્ડ-એ ત્રણ ટૂંકા હોય, તે પણ રાજા થાય. અને સત્ત્વ, સ્વર અને નાભિ એ ત્રણ ગંભીર હોય, તે સર્વ પૃથ્વીનો ધણી થાય. એમ પણ બત્રીસ લક્ષણો જાણવા.
શરીરનું અડધું અથવા સર્વસ્વ મુખ ગણાય છે. મુખથી પણ નાક અને નાકથી પણ બંને આંખ શ્રેષ્ઠ છે. વળી જેવી આંખો તેવું શીલ-નાકને અનુરૂપ સરળતા-રૂપ પ્રમાણે ધન અને શીલ પ્રમાણે ગુણો હોય છે. અતિ નીચો, અતિ ઉંચો, અતિ જાડો, અતિ પાતળો, અતિ કાળો અને અતિ ગૌર આ પ્રકારના મનુષ્ય સત્ત્વશાલી હોય છે.
જે સારી રીતે ધર્મકરણી કરતો હોય, સૌભાગ્યશાળી હોય, શરીરે નીરોગી હોય, જેને સારા સપના આવતાં હોય, જે સારી નીતિવાળો હોય અને કવિ હોય તે પુરુષ સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનો હોય છે.
જે નિષ્કપટ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર હોય, ડાહ્યો હોય અને હંમેશા સરલ સ્વભાવી હોય, તે માણસને મનુષ્ય
dan Education
tematical
For Private & Personal Use Only
www
baryo