________________
(૧)
સૂત્ર ૧) આ અવસર્પિણીકાળના ચોથા આરાના અંતિમ ભાગરૂપ કાળે અને તેના પણ સૂક્ષ્મતમ વિભાગરૂપ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચ પ્રસંગો ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયા. (અહીં ભગના (૧) સૂર્ય(૨) જ્ઞાન (૩) માહાત્મ (૪) યશ (૫) વૈરાગ્ય (૬) મુક્તિ (૭)રૂપ (૮) વીર્ય (૯) પ્રયત્ન (૧૦) ઇચ્છા (૧૧) શ્રી (૧૨) ધર્મ (૧૩) ઐશ્વર્ય અને (૧૪) યોનિ એમ ચૌદ અર્થ બતાવ્યા છે, તેમાં સૂર્ય અને યોનિ આ બે અર્થ છોડી બાકીના બારેય અર્થોથી યુક્ત હોવાથી પ્રભુને ‘ભગવાન' એવું સાર્થક વિશેષણ લગાડ્યું છે. અર્થાત્ પ્રભુ વીર જ્ઞાન, મહિમા, યશ... ઇત્યાદિ ગુણોથી યુક્ત હતા.) પ્રભુ ‘કર્મ' નામના સૌથી પ્રબળ વૈરીનો પરાભવ કરવા સમર્થ હોવાથી મહાવીર હતા. પ્રભુની આ પાંચ વાત ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થઈ (૧) ભગવાન ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં દશમાં પ્રાણત દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષિમાં આવવારૂપે ચ્યવન પામ્યા. (૨) ભગવાનનું દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલામાતાની કુક્ષિમાં મુકાવારૂપે સંહરણ પણ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયું. (૩) ભગવાન ઉત્તરાંફાળુની નક્ષત્રમાં જનમ્યા. (૪) ભગવાન ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં લોન્ચ કરવારૂપેદ્રવ્યથી અને રાગ-દ્વેષના અભાવરૂપે ભાવથી મૂંડિત થઇ અને ઘર છોડીને અણગાર સાધુ થયા. (રોજ તમે પણ ઘર તો છોડતા હશો, પણ તમે પાછા ઘરે જાવ છો, માટે પ્રવજિતન કહેવાય. ભગવાને ફરીથી ન જવારૂપે ઘર છોડ્યું, માટે પ્રવ્રજિત કહેવાય. અને અઢાર પાપસ્થાનકોનાં ઉત્પાદનનું અને અસંખ્ય જીવોના આરંભનું મુખ્ય સ્થાન ધર હોવાથી ખાસ ઘર છોડી અણગાર થયા, એમ કહ્યું. પૈસા-પત્ની-પરિવારવગેરે આખો સંસાર આ ઘરપર ઊભો છે. ઘર વિનાનાને ઘરવાળી પણ કયાંથી મળે ?) અને (૫) ભગવાન ઉત્તરાફાલ્ગનીમાં અનન્તવસ્તુવિષયક, અનુપમ, ભીંતવગેરેથી વ્યાઘાત નહીં પામતાં, જ્ઞાનદર્શન આવારક કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલાં, બધા જ પર્યાયોથી યુક્ત વસ્તુને જણાવતાં, પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામ્યા. તથા ભગવાન સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ=મોક્ષ પામ્યા.
હવે વિસ્તારથી પ્રભુ મહાવીર સ્વામીનું જીવન કહેવાય છે.
૨૭ eber ID
dan Education tema anal
For Private & Fersonal Use Only
W