SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત રાજાએ એક નિરપરાધીને ચોર માનીને હણ્યો. તે મરીને વ્યંતર થયો. વિર્ભાગજ્ઞાનથી પૂર્વભવનો વૃત્તાંત જાણી પોતાને નિર્દોષ હોવા છતાં મારવા બદલ બદલો લેવા તેણે રાજાને સિંહાસનથી પટકીને લોહીવમતો કર્યો. રોષથી સમગ્ર રાજધાનીનો નાશ કરવા આકાશમાં મોટી શિલા વિકુર્તી અને નગર ઉપરફેંકવા તૈયાર થયો. તે વખતે સમગ્ર નગરનો અને જિનમંદિરોનો વિનાશ થતો જોઇ તે અટકાવવાનાગકેતુએ પ્રાસાદ ઉપર ચડી તે પડતી શિલાને અટકાવી (આ શરીરશક્તિથી શક્ય નથી. આત્માની શક્તિ અનંત છે, તપ-બ્રહ્મચર્ય-સંયમ આ શક્તિને પ્રગટ કરે છે. વાસના અને કષાય આ શક્તિનો વિનાશ કરે છે.) તેની આવી તપશક્તિને સહી ન શકવાથી વ્યંતર શિલા સંહરી નાગકેતુના પગમાં નમી પડ્યો અને નાગકેતુના વચનથી રાજાને પણ સાજો કર્યો. તે નાગકેતુને એક દિવસ શ્રી જિનપૂજા કરતાં પુષ્પમાંથી કોઇ ઝેરી સાપડસ્યો. (સામાન્ય માણસ ધર્મ કરતાં આપત્તિ આવે ત્યારે ધર્મ કરતાં ધાડ પડી’ માની ધર્મથી વિમુખ થાય, મહાપુરુષો ‘આ પરીક્ષા આવી’ એમ માની ધર્મમાં જ વધુ દૃઢ થાય.) આ નાગકેતુ સમાધિમાં દઢ બન્યા. ઉત્તમ ભાવના-ધ્યાનના બળે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી શાસન દેવીએ આપેલા નિવેષને ધારણ કરી દીર્ઘકાળ લોકોને ધર્મ પમાડી મુક્તિ પામ્યા. આ રીતે અઠમનો મોટો મહિમા સમજી યથાશક્તિ કરવો જોઇએ. આ કલ્પસૂત્રમાં ત્રણ વિષયો કહેવાના છે, તે આ પ્રમાણે – પુરિમ ચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણ તિર્થીમ્મિા ઇહ પરિકહિઆ જિણ ગણ હરાઇ થેરાવલી ચરિત્ત // પ્રથમ ઋષભદેવ ભગવાન અને અંતિમ ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં આ આચાર છે કે વરસાદ પડે કે ન પડે, પણ અવશ્ય પર્યુષણા=ચોમાસું કરવું જોઈએ, અને કલ્પસૂત્ર વાંચવું જોઈએ.” તથા પ્રભુવીરના શાસનમાં આકલ્પસૂત્રવાંચન-શ્રવણ મંગલમાટે થાય છે. આમ આચાર હોવાથી અને મંગલભૂત હોવાથી કલ્પસત્રનું વાંચન-શ્રવણ કર્તવ્ય છે. મંગલભત કેમ છે? તે બતાવે છે. આ કલ્પસત્રમાં (૧) તીર્થકરોના ચરિત્રો છે. (૨) ગણધરવગેરે સ્થવિરાવલી-ચરિત્ર અને | ૨૫ dan Education mal w eibrary
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy