________________
યા.
(૧)
જન્મેલા બાળકે અટ્ઠમ તપ શા માટે કર્યો ? ધરણેન્દ્રે કહ્યું- પૂર્વ જન્મમાં આ બાળક એક શેઠનો પુત્ર હતો. તેની માતા એના બાળપણમાં જ મરી ગઇ. તેથી તેના પિતા બીજી સ્ત્રીને પરણ્યા. તે અપરમાતા આ બાળકને ઘણું દુ:ખ દેતી હતી. તેથી એક દિવસ તેણે પોતાના મિત્રને પોતાને પડતું કષ્ટ કહ્યું. આ મિત્ર ધર્મપરિણત હતો. તેથી સંસારની-રાગદ્વેષ વધે તેવી કોઈ ખોટી સલાહ આપી નહીં, પણ કર્મની પરિણતિ સમજાવી કહ્યું -પૂર્વ જન્મમાં તપ નહિ કરવાથી તું પરાભવ પામે છે. (આપણને પણ જો આ પ્રમાણે વર્તમાનમાં બનતાં દરેક સારા-નરસા પ્રસંગ પાછળ પૂર્વભવના પોતાના જ સારા-નરસા કૃત્યો દેખાઈ જાય, તો કોઈના પર રોષ-તોષ કરવાના બદલે પાપથી બચવાનું અને ધર્મ કરવાનું સહજ ચાલુ કરી દઇએ.) મિત્રની વાત સાંભળી યથાશક્તિ તપમાં લાગેલા તેણે આગામી પર્યુષણમાં અટ્ઠમનો તપ કરવાનો નિશ્ચય કર્યો. પછી એકદા અટ્ટમની ભાવના ભાવતો તે ઘાસની ઝુંપડીમાં સુતો હતો. તે વખતે તેની અપર માતાએ દ્વેષથી અવસર જોઇને ચૂલામાંથી અગ્નિનો કણ લઇ એ ઝુંપડી ઉપર નાંખ્યો. તેથી ઝુંપડી સળગી. એ પણ શુભ ભાવપૂર્વક મરીને અહીં શ્રીકાંત શેઠનો પુત્ર થયો છે. તેને ઘરમાં પર્યુષણની વાતો સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું છે. પૂર્વ જન્મમાં નિર્ધારેલો અટ્કમનો તપ કર્યો છે. પૂર્વભવમાં પર્યુષણ આવ્યે અઠ્ઠમ કરવાની વાત હતી, અને વચ્ચે જ આયુષ્ય પૂરું થઇ ગયું, તેથી આયુષ્યનો ભરોસો ન હોવાથી, શુભભાવો દીર્ઘકાળ ટકવા મુશ્કેલ હોવાથી અને સંયોગો સતત પલટાતા હોવાથી શુભસ્ય શીઘ્ર – સારો વિચાર આવે, ત્યારે જ અમલમાં મુકી દેવો સારો, આમ વિચારી આ તપ તત્કાલ કર્યો. પણ બાળક હોવાથી અશક્તિથી મૂર્છિત થયો, ત્યારે બધાએ એને મરેલો માની લીધો. (જૈન શાસનમાં જેમ સૌથી નાની વયે દીક્ષિત શ્રી વજસ્વામી છે, તેમ સૌથી નાની વયે અઠ્ઠમ તપ આ મહાપુરુષે કર્યો.) તેથી આ મહાભાગ્યવંત છે. વળી આ ભવમાં જ તે મુક્તિમાં જવાનો છે. તમને પણ તે ઘણો ઉપકાર કરશે. માટે તમે એને સારી રીતે સંભાળજો વગેરે કહી પોતાનો હાર બાળકના ગળામાં નાંખી ધરણેન્દ્ર સ્વસ્થાને ગયા. પછી સ્વજનોએ શ્રીકાંતશેઠનું મરણ કાર્ય કર્યું અને નાગકુમારની સહાયથી તે જીવ્યો, તેથી તેનું ‘નાગકેતુ’ એવું નામ રાખ્યું. તે જિતેન્દ્રિય અને પરમ શ્રાવક થયો.
Jain Education International
For Private & Personal Use Only
૨૪ www.jainelibrary.org