________________
ત્રણેય લોકની ઉપર = મોક્ષમાં વાસ આપતો હોવાથી, મોક્ષેચ્છુક દરેક ભવ્યાત્માએ નાગકેતુની જેમ કરવો જોઇએ.) નાગકેતુનું દૃષ્ટાંત આ છે
ચન્દ્રકાન્તા નગરીમાં વિજયસેન રાજા હતો. આ જ નગરમાં શ્રીકાંત નામે શેઠ અને તેની શ્રીસખી ભાર્યા હતી. તેઓને ઘણાં ઉપાયે એક પુત્ર જન્મ્યો. તેણે નજીકમાં પર્યુષણ પર્વ આવતું હોવાથી ઘરમાં થતી એમની વાતો સાંભળી. તેથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને હજી તો ધાવણો હોવા છતાં અઠમ કર્યો. સ્તનપાન છોડી દેવાથી અશક્ત બની ગયેલા પુત્રને સ્વસ્થ કરવા વિવિધ ઉપાયો કર્યા. પણ આહાર વિના તે મૂચ્છિત થઇ ગયો. સંબંધીઓએ મરેલો જાણી તેને જમીનમાં દાટ્યો. પુત્રમરણના આઘાતથી શ્રીકાંત પણ મરણ પામ્યો. (અહીં એક વાત એ સમજવાની છે કે ધર્મી ગણાતી વ્યક્તિઓના ઘરમાં પણ એવી વાત ચાલતી રહેવી જોઈએ કે જેથી નાના બાળકોને પણ તે સાંભળતા રહેવાથી સહજ એના સંસ્કાર પડવા માંડે. તેથી જ રોજ રાતે ઘરની તમામ વ્યક્તિઓએ ભેગા થઇ ધર્મચર્ચા કરવી જોઈએ. આથી પરસ્પર પ્રેમભાવ પણ વધશે, અને શંકા-અવિશ્વાસ-કડવાશ પણ દૂર થશે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ બાળકના જન્મ પહેલા પણ શ્રીકાંત શેઠ અપુત્ર જ હતાં, ને આ બાળક જો મરી ગયો હોય તો પણ પાછા પૂર્વવત્ અપુત્ર જ રહેતા હતાં, એટલે કે પૂર્વની સ્થિતિમાં કશો ફરક પડતો ન હતો. છતાં પુત્રના મોતનો આઘાત જીરવી શકાતા મરી ગયા. આમ કેમ થયું?તો કારણ એ છે કે જેની પ્રાપ્તિમાં ખૂબ આનંદ-હર્ષ થાય, તેના જવાથી એથી બળવત્તર શોક થવાનો જ. અને દરેક સંયોગ વિયોગથી યુક્ત છે. તેથી વસ્તુની પ્રાપ્તિમાં રાજી થવાનું રાખનાર હકીકતમાં તો ભવિષ્યમાં મોટા દુઃખની પૂર્વતૈયારી જ કરે છે. તેથી ભગવાને ‘સંજોગમૂલા જીવેણ પત્તા દુખપરંપરા..’ આ સૂત્રમાં દુઃખની પરંપરાનું કારણ વિયોગ બતાવવાના બદલે સંયોગ બતાવ્યો.) તેથી અપુત્રિયાનું ધન લેવા રાજાએ માણસો મોકલ્યા. આ બાજુ અઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. અવધિજ્ઞાનથી બધું જાણીને ધરણેન્દ્ર ભૂમિમાં રહેલા તે બાળકને અમૃત છાંટીસ્વસ્થ કર્યો. પછી પોતે બ્રાહ્મણના વેશે શેઠના ઘરે આવી રાજપુરુષોને ધન લેતાં અટકાવ્યા. તેથી રાજા પોતે ત્યાં આવ્યો અને ધન લેતાં કેમ અટકાવ્યાં? એમ બ્રાહ્મણને પૂછ્યું. બ્રાહ્મણે બાળકને નિધાનની જેમ ભૂમિમાંથી કાઢી બતાવ્યો. તેથી બધા આશ્ચર્ય પામ્યા. રાજાએ પૂછ્યું - તમે કોણ છો? આ બાળક કોણ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું- હું નાગકુમાર નિકાયના અધિપતિ ધરણેન્દ્ર છું. આ બાળકે કરેલા અઠમ તપના પ્રભાવે સહાય કરવા આવ્યો છું. રાજાએ પૂછ્યું- આ તાજા | ૨૩
Gain Education international
For Private & Fersonal Use Only
w
ibrary ID