SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ - યોગવહન કરેલા સાધુઓ કલ્પસૂત્ર વાંચવાનાં અધિકારી છે. સાધ્વીઓ સાંભળવાના અધિકારી છે. પણ વીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંસી વર્ષગયા બાદ-મતાંતરે નવસો ત્રાણું વર્ષ ગયા બાદ ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવા માટે આનંદપુરમાં સભાસમક્ષ મહોત્સવપૂર્વક શ્રી કલ્પસૂત્ર વાંચવાનું શરુ થયું. ત્યારથી આરંભી ચતુર્વિધ સંઘ શ્રીકલ્પસૂત્ર સાંભળવાનો અધિકારી થયો. (આપણે સહુ આભારી છીએ એ ધ્રુવસેન રાજાના અને તેવખતના એ આચાર્યના કે જેમના કારણે આપણે સહુ આ કલ્પસૂત્ર શ્રવણના અધિકારી બન્યા. કલ્પસૂત્રના શ્રવણથી જો ધ્રુવસેન રાજાનો પુત્રશોક દૂર થયો, તો શ્રદ્ધાપૂર્વકના શ્રવણથી આપણા તમામ શોક-સંતાપ દૂર કેમ નહીં થાય? સમજી લો આ મહાપવિત્ર સૂત્રના દરેક અક્ષર મહામંત્રસમા છે. અને જાપ-ધ્યાન નહીં માત્ર શ્રવણથી પણ સર્વકાર્ય સાધક છે.) પર્યુષણ પર્વમાં આ પાંચ કાર્યો અવશ્ય કરવા. (૧) ચૈત્ય પરિપાટી (૨) સમસ્ત સાધુઓને વંદન (૩) સાંવત્સરિક પ્રતિક્રમણ (૪) પરસ્પર સાધર્મિકને ખમાવવા (૫) અઠમનો તપ કરવો. | (વર્તમાનમાં પર્યુષણના પાંચ કર્તવ્ય (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક ભક્તિ (૩) ક્ષમાપના (૪) અઠમતપ અને (૫) ચૈત્ય પરિપાટી પ્રચલિત છે. પાદલિપ્તસૂરિ.પોતાની લેપશક્તિથી આકાશમાં ઉડી રોજ મહાતીર્થોની ચૈત્યપરિપાટી કર્યા બાદ જ વાપરતા હતા. પર્વ દિવસોએ નગરના કે એરિયાના શક્ય એટલા દેરાસરોમાં દર્શન કરવા જવું એ સમ્યગ્દર્શનનો આચાર છે, છતી શક્તિ-સંયોગે ન જઈએ, તો અતિચાર લાગે. શ્રી કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનના ૧૮ હજાર સાધુઓને ભાવપૂર્વક વંદન કર્યા હતા, એ આદર્શ નજરમાં રાખી શક્ય બને તો રોજ, નહિંતર આવા પર્વ દિવસોએ બધા જ સાધુ-સાધ્વી ભગવંતોને વંદન કરવા જોઈએ. વર્ષભરના પાપોના પ્રાયશ્ચિત્તરૂપે અને સમસ્ત જીવરાશિને ખમાવવા સાંવત્સરિક પ્રતિક્રમણ છે, આ પ્રતિક્રમણ કરતાં પહેલા પાપોનું પ્રાયશ્ચિત લઈ લેવું અને બધાની ક્ષમાપના કરી આત્મશુદ્ધિ કરી લેવી જરૂરી છે. ઉદયનરાજાએ સાધર્મિક બનેલા ચંપ્રદ્યોત રાજાની સાથે મિચ્છામિ દુક્કડ કરી વેરભાવ મુકી દઈ પોતાની કેદમાંથી મુક્ત કર્યા હતા... અમનો તપ મહાફળનું કારણ હોવાથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયદાયક હોવાથી, માયા-નિદાનમિથ્યાત્વ આ ત્રણ શલ્યને દૂર કરતો હોવાથી, ભૂત-વર્તમાન-ભવિષ્ય-આ ત્રણેય જન્મને પવિત્ર કરતો હોવાથી, મન-વચન-કાયાના દોષોનો નાશ કરતો હોવાથી, અધો-મધ્ય-ઉર્ધ્વ આ I ૨૨ dan Education remational For Private & Personal Use Only www bary ID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy