________________
જા
ચૌદ પૂર્વોનું કોષ્ટક
સત્ય
આત્મ | કર્મ | પ્રત્યાખ્યાન |
| વિદ્યા
પૂર્વના નામ ઉત્પાદ અગ્રાય- વીર્ય |અસ્તિ
| પૂર્વ | ણીય | પ્રવાદ | પ્રવાદ
પ્રવાદ
પ્રવાદ
પ્રવાદ
પ્રવાદ
પ્રવાદ
પ્રવાદ
કલ્યાણ | પ્રાણા | કિયા | લોક | કુલ હાથી
પૂર્વ | વાય | વિશાલ | બિંદુસાર પ્રમાણ સંખ્યા ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪
નંબર
૧૦
હાથી પ્રમાણ સહી/ ૧ | ૨ | ૪
૧૨૮ ૨૫૬ | ૫૧૨ | ૧૦૨૪૨૦૪૮] ૪૦૯૬ | ૮૧૯૨ | ૧૬૩૮૩
આમ આ કલ્પસૂત્ર મહાપુરુષે રચ્યું હોવાથી જ માન્ય છે, શ્રદ્ધેય છે. વળી આવા મહાપુરુષે રચ્યું હોવાથી જ ગંભીર અર્થોથી યુક્ત છે. તેથી અહીં એક પણ અક્ષર વ્યર્થ નથી, દુનિયાની જે-તે સ્વાર્થી વ્યક્તિઓ, વિજ્ઞાપનો અને કંપનીઓની છેતરનારી વાતોમાં આવી જઇ બધા બધી રીતે નિચોવાઇ રહ્યા છે, અને સંતાપથી ભડકે બળી રહ્યા છે. ત્યારે આ કલ્પસૂત્રની હૈયાને ટાઢક દેનારી, મનને શાંત કરનારી, કષાયોને ઉપશાંત કરનારી અને આત્માને એકાંતે હિત કરનારી વાણી પર જરાય અશ્રદ્ધા કરશો નહીં, કે કંટાળોલાવશો નહીં, દરેક વર્ષે “શું આ એકનું એક સંભળાવવામાં આવે છે,’ એવું મનમાં વિચારશો નહીં. વ્યસન બની ગયેલી ચીજોના એકના એક પ્રકારના તથા સ્વાસ્થને અને આત્માને હાનિકારક સેવનથી નહીં કંટાળનારાઓ જો રાગાદિ રોગના ઉપાયમાટે લેવાતી વારંવાર એકની એક ઉત્તમ ઔષધ સમાન આ વાણીપર કંટાળો લાવશે, તો ખરેખર તે દયાપાત્ર જ હશે. સાંભળો આ કલ્પસૂત્રમાં કેટલા અર્થો ભર્યા છે, અને તેનો કેવો મહિમા છે.) શાસ્ત્રકારો કહે છે - એક એક સૂત્રના અર્થો બધી નદીઓની જેટલી રેતી છે, અને બધા સમુદ્રોનું જેટલું પાણી છે તેનાથી પણ અનંત ગુણ છે. જો મુખમાં હજાર જીભ હોય અને હૃદયમાં કેવલજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું માહાત્મ કહી શકે નહી.
૨૧
For Private & Fesson Use Only