________________
ત્યા.
(૧)
વાયુ-તાપ વગેરે સામગ્રી હોય, તો જ બીજ ફલદાયક થાય છે, તેમ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વગેરે પૂર્વક જ આ કલ્પસૂત્રશ્રવણ સંસારસાગર તરવામાં કારણ બને છે. નહિંતર તો સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ઈક્કો વિ નમુક્કારો... ગાથાનો ‘જિનવર શ્રેષ્ઠ વર્ધમાન મહાવીર સ્વામીને કરેલો એક પણ નમસ્કાર એ પુરુષ કે સ્ત્રીને સંસારસાગરમાંથી તારી દે છે’... એવો અર્થ સાંભળી કલ્પસૂત્ર સાંભળવાની પણ આળસ આવશે !
હવે એવો નિયમ છે કે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ... (આજના નેતાઓના વચન તો ઘણા સારા હોય છે, પણ મૂળ એમનાપર વિશ્વાસ ન હોવાથી એમના વચનપર કોણ વિશ્વાસ મુકે છે ? તેથી કલ્પસૂત્રપર પણ તો વિશ્વાસ આવે, જો એના રચયિતાની ઓળખાણ થાય અને એમનાપર વિશ્વાસ આવે, તો કોણ છે આ કલ્પસૂત્રના રચયિતા ?) આ કલ્પસૂત્રના રચયિતા છે સમસ્ત શ્રુતસાગરના પારગામી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી. (આમણે વરાહમિહિરદેવકૃત ઉપદ્રવોથી શ્રી સંઘની રક્ષામાટે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું છે, અને ઘણા આગમ ગ્રંથોપર નિયુક્તિ રચી છે.) તેઓએ પણ આ સૂત્રની રચના નથી કરી, પણ શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલા અને ખુદ ભગવાન મહાવીર સ્વામીએ અનુજ્ઞા આપેલા ચૌદ પૂર્વોમાંથી પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમા પૂર્વમાંથી દશાશ્રુત સ્કંધ નામના ગ્રંથનો ઉદ્ધાર કર્યો. તે ગ્રંથનું આઠમું અધ્યયન આ શ્રી કલ્પસૂત્ર છે. અહીં પ્રસંગવશ ચૌદપૂર્વોની વિશાળતા બતાવે છે –
પહેલું પૂર્વ એક હાથી જેટલી મસીથી લખી શકાય, બીજું બે હાથી પ્રમાણ, ત્રીજું ચાર, એમ ઉત્તરોત્તર બમણું બમણું કરતાં જવાનું. અહીં ચૌદપૂર્વના નામ અને હાથી પ્રમાણનું કોષ્ટક આવું છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૦ www.jainelibrary.org