________________
ય..
(૧)
કહ્યું છે કે-નાર્ણતઃ પરમો દેવો, ન મુક્તઃ પરમં પદમ્; ન શ્રી શત્રુંજયાત્તીર્થ, શ્રી કલ્પાન્ન પરં શ્રુતમ્ ॥
અરિહંત પરમાત્માથી ચડિયાતો કોઈ દેવ નથી, મુક્તિથી શ્રેષ્ઠ બીજું કોઈ પરમપદ નથી, શત્રુંજયથી ઉત્તમ બીજું કોઈ તીર્થ નથી અને કલ્પસૂત્રથી ઉત્તમ કોઈ શાસ્ત્ર નથી.
આ કલ્પસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેમાં વીર પ્રભુનું ચરિત્ર બીજરૂપે છે. પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર અંકુરારૂપે છે, શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર થડરૂપે છે, ઋષભદેવ ભગવાનું ચરિત્ર ડાળીઓ રૂપે છે, સ્થવિરાવલી પુષ્પો રૂપે છે, સામાચારીનું જ્ઞાન એ સુગંધ છે અને મોક્ષ પ્રાપ્તિ ફળરૂપે છે.
આ કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય દેવાથી, કલ્પસૂત્રના સઘળા અક્ષરો સાંભળવાથી તથા વિધિપૂર્વક તેનું આરાધન કરવાથી તે વધુમાં વધુ સાતઆઠ ભવમાં મોક્ષ દેનારું થાય છે. વીર ભગવાને શ્રી ગૌતમ સ્વામીને કહ્યું છે – કે હે ગૌતમ ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઇને તથા પ્રભાવના અને પૂજામાં તત્પર રહી એકવીશવાર કલ્પસૂત્ર સાંભળે છે, તેઓ આ ભવરૂપી સમુદ્ર તરી જાય છે.
(આટલું સાંભળી અધુરા જ્ઞાને એમ! તો-તો પછી હવે પૂજા-દાન-તપ બધું છોડી ચાલો એકવીસવાર કલ્પસૂત્ર સાંભળી લઈએ, એટલે ગંગા નાહ્યા... આપણો શીઘ્ર મોક્ષ નક્કી. એવી ગાંઠ બાંધશો, તો તમે પેલા વક્ર જેવા બનશો- એણે લાખ રૂ।.ની ચોરી કરી. એના મિત્રે ચોરીની ભયંકરતા સમજાવી. ત્યારે આ વઢે કહ્યું – દોસ્ત ! તને હજી શાસ્ત્રજ્ઞાન નથી. શાસ્ત્રો કહે છે કે પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. હું હવે આમાંથી પાંચેક હજાર રૂ।. ખર્ચી પ્રયાગ તીર્થે ત્રણ વાર ગંગા સ્નાન કરીશ... એથી આ ચોરીનું પાપ બરાબર ધોવાઇ ગયા પછી બાકીના ૯ ૫ હજારથી જલસા કરીશ ! તેથી જ અહીં પણ પૂર્વાચાર્યો ખુલાસો કરે છે.) શ્રી કલ્પસૂત્રનો આવો મહિમા સાંભળી કષ્ટ અને ધનના સદ્વ્યયથી સાધી શકાય એવા તપસ્યા, પૂજા, પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં આળસ કરવી નહીં. કારણકે સર્વ સામગ્રીસહિતનું જ કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળ આપે છે ! જેમ વરસાદ–
For Private & Personal Use Only
Jain Education International
૧૯
WWW.jaihellboy 5}}}