________________
પર્યુષણા કલ્પ અર્થાત્ ચોમાસુ કરવું ! પણ હાલના સમયમાં ગુરુ મહારાજે આદેશ કરેલાં ક્ષેત્રમાં સાધુઓએ પર્યુષણ કલ્પ કરવો.
આ દશ પ્રકારનો ક૫ ત્રીજા ઔષધની જેમ હિતકારી થાય છે. તે ઔષધનું દૃષ્ટાંત.
કોઇ એક રાજાએ પોતાનો પુત્ર નીરોગી હોવા છતાં ભવિષ્યમાં રોગો ન થાય, એ હેતુથી પૂર્વસાવચેતીરૂપે ચિકિત્સામાટે ત્રણ વૈદોને બોલાવ્યા. તેમાં પહેલા વૈદે કહ્યું - મારું ઔષધ રોગ હોય, તો રોગનો નાશ કરે છે. પણ જો રોગ ન હોય, તો નવો રોગ ઉત્પન્ન કરે છે. રાજાએ કહ્યું - સૂતેલા સિંહને જગાડવા જેવું આ તારું
ઔષધ કાંઇ કામનું નથી. બીજા વૈદે કહ્યું - મારું ઔષધ રોગ હોય, તો તેનો નાશ કરે છે, અને રોગ ન હોય, તો ગુણ અથવા દોષ કશું કરતું નથી. રાજાએ કહ્યું – રાખમાં ઘી નાખવા સરખા તારા આ ઔષધની પણ જરૂર નથી. ત્રીજા વૈદે કહ્યું – મારું ઔષધ જો રોગ હોય, તો તેનો નાશ કરે છે. અને રોગ ન હોય, તો શરીરમાં બળ વધારે છે. વીર્ય પુષ્ટ કરે છે. અને કાંતિની વૃદ્ધિ કરે છે. રાજાએ કહ્યું - આ ઔષધ ઉત્તમ છે. પછી ત્રીજા વૈદનું ઔષધ કરાવ્યું. આ ત્રીજા ઔષધની જેમ આ દશ કલ્પો પણ દોષ હોય, તો તે દોષોનો નાશ કરે છે, અને દોષ ન હોય, તો ધર્મની પુષ્ટિ કરે છે.
ચોમાસું રહેલા સાધુ વાર્ષિક પર્વરૂપ પર્યુષણ પર્વ આવે, ત્યારે મંગલ થાય એ હેતુથી પાંચ દિવસ શ્રી કલ્પસૂત્ર વાંચે. જેમ દેવોમાં ઇન્દ્ર, તારાઓમાં ચન્દ્ર, ન્યાયવાન પુરુષોમાં રામ, રૂપવાનોમાં કામદેવ, રૂપવતીઓમાં રંભા, વાજિંત્રોમાં ભંભા (વિજયસૂચકવાજિંત્ર), હાથીઓમાં ઐરાવણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્યકળામાં મોર, તેજસ્વીઓમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, બુદ્ધિમાનોમાં અભય, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નવકાર મહામંત્ર, અને વૃક્ષોમાં આંબો શિરોમણિ છે, તેમ કલ્પસૂત્ર બધા શાસ્ત્રોમાં શિરોમણિ છે.
T૧૮
For Prve & Personal use only
web