________________
તો ચોમાસા ઉપરાંત પણ સાધુઓએ રહેવું કલ્પ! જેમકે હજી વરસાદ પડવાનો ચાલુ હોય અને રસ્તો કીચડના કારણે ચાલી શકાય તેવો ન હોય, તો ઉત્તમ મુનિઓ ચોમાસા પછી પણ રોકાય છે!
સંયમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા ક્ષેત્ર ત્રણ પ્રકારના-જઘન્ય-ઉત્કૃષ્ટ અને મધ્યમ.
જ્યાં જિનમંદિર નજીકમાં હોય, ચંડિલની જગ્યા (જીવાત વિનાની અને કોઇની નજર ન પડે તેવી) શુદ્ધ હોય, સ્વાધ્યાય-ધ્યાન સુખેથી થઇ શકે તેવું સ્થાન હોય અને ભિક્ષા સુલભ હોય. આ ચાર ગુણયુક્ત ક્ષેત્ર જઘન્ય કહેવાય. તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ કહેવાય. તે આ રીતે
જ્યાં ઘણો કીચડન થતો હોય, ઘણાં સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થતાં ન હોય, ધંડિલની જગ્યા નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રી સંસર્ગ આદિથી રહિત હોય, દૂધદહીં-ધીવગેરેગોરસ પૂરતા પ્રમાણમાં મળતું હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક હોય, વૈદ્યો ભદ્રક પ્રકૃતિવાળા હોય, ઔષધ સુલભ હોય, ગૃહસ્થોનાં ઘર મોટા કુટુંબવાળા અને ધન-ધાન્યાદિથી ભરેલાં હોય, (આનો અર્થ એ થયો કે સંયુક્ત કુટુંબવાળાને જે નિર્દોષ સુપાત્રદાનનો લાભ મળી શકે, તે વિભક્ત કુટુંબમાં ન મળે. એક સ્થાને પુત્ર મા-બાપથી અલગ રહેવા ઈચ્છતો હોવા છતાં પુત્રવધૂએ “જુદા રહેવા જઈએ તો સુપાત્રદાનનો જોઈએ તેવો લાભ નહીં મળે એ મુદ્દાને નજરમાં રાખી જુદા થવાની સ્પષ્ટ ના પાડી.) રાજા ભદ્રક હોય, બ્રાહ્મણ વગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન કરતા હોય, ભિક્ષા સુલભ હોય અને સ્વાધ્યાય-ધ્યાનશુદ્ધ થઇ શકે તેમ હોય, એ તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું.
પાંચ ગુણથી બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ ગણાય. સાધુઓએ બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં અને તે ન મળે, તો જઘન્ય ક્ષેત્રમાં
| ૧૭
i braryorg
dan Education
matonal
For Private & Personal Use Only
ww