________________
(૧)
દસેય કલ્પ-આચાર નિયત બતાવ્યા, એમ કરીને મોક્ષમાર્ગે આગળ વધારવાનો જ મુખ્ય આશય છે.
એક શેઠે મરતી વખતે પોતાના ચારેય પુત્રોને ઉપદેશ આપ્યો- સંપીને એજો. છતાં જો મતભેદ થાય, તો કંકાસ કરીને છુટા પડવાના બદલે પ્રેમથી છુટા પડજો. જેથી સંબંધ જળવાઇ ૨છે. અને તે વખતે સૌથી મોટા દિકરાએ પૂર્વ દિશાના ખુણામાં, બીજા નંબરના પુત્રે દક્ષિણ ખૂણામાં, ત્રીજા નંબરનાએ પશ્ચિમ દિશામાં અને સૌથી નાનાએ ઉત્તર ખુણામાં દાટેલા ચરુ લેવા. વખત જતાંદેરાણી જેઠાણીઓના કલહથી કંટાળી ચારેય પુત્રોએ શાંતિથી છુટા પડવાનું નક્કી કર્યું; દરેકે પોતે પોતાની દિશાનો ચરુ ખોદી કાઢ્યો. પણ પ્રથમ પુત્રનો ચરુ ખોલતા એમાં માત્ર કાગળ-કલમ-સહી જ નીકળ્યા. બીજાના ચરુમાંથી માત્ર માટી ઢેફા જ નીકળ્યા. ત્રીજાના ચરુમાંથી તો પશુના હાડકાનીકળ્યા. ત્રણેય નિરાશ થયા. ચોથાના ચરુમાંથી પૂરા લાખ સોનામહોર નીકળ્યા. ત્રણેય મોટા ભાઈઓએ નાના ભાઈપરચોરીનો આક્ષેપ કરી ૨૫૦૦૦-૨૫૦૦૦ સોના મહોર માંગી. નાનાએ ચોરીનો આક્ષેપ નકારી કહ્યું - પિતાજીએ મને લાખ સોનામહોર આપ્યા છે. તમને એમાંથી કશુ નહીં મળે. કંકાસ મંત્રી પાસે ગયો. મંત્રીએ પૂરી તપાસ કરી કહ્યું- તમારા પિતાજીએ સમજીને ભાગ પાડ્યા છે. મોટાના ચમાંથી કાગળ-કલમ નીકળ્યા. તેથી વેપાર-કારોબાર એણે સંભાળવાનો, એ એમાં નિપુણ છે. બીજાનંબરના પુત્રના ચરુમાંથી માટી નીકળી, તેથી ખેતીવાડી એને સોંપવાની. એ એમાં હોંશિયાર છે. ત્રીજાને પશુપાલનનો રસ છે, માટે એના ચરમાંથી પશુઓના હાડકા નીકળ્યા. સૌથી નાનો પુત્ર લાડકો હોવાથી કશું શીખ્યો નથી. તેથી એને અન્યાય નહીં થાય, એ માટે સીધા જ એક લાખ સોના મહોર મુક્યા છે. બોલો બધાને એક સરખા લાખ-લાખ સોનામહોર મળે છે કે નહીં? ત્રણે ય મોટા પુત્રોએ રાજી થઈ વાત સ્વીકારી લીધી. તાત્પર્ય એ છે કે જેમ શેઠે પોતાના દરેક પુત્રની યોગ્યતા મુજબ વહેંચણી કરી, છતાં છેવટે બધાને સરખું જ મળ્યું. તેમ ભગવાન પણ જીવોની યોગ્યતા જોઈ એ મુજબ આચાર જુદા-જુદા બતાવે, છતાં છેવટે તો બધાને એક સરખો જ મોક્ષ મળે છે. તેથી પ્રથમ દૃષ્ટિએ દેખાતા આ ભેદથી મુંઝાવું જોઈએ નહીં.)
જઘન્ય સીત્તેર દિવસનો પર્યુષણા કલ્પજે કહ્યો, તે કારણના અભાવે જાણવો. પરંતુ કોઇ કારણ હોય, તો તેની મધ્યમાં પણ વિહાર કરવા કહ્યું. તે આ રીતેવિપત્તિ હોય, આહાર ન મળી શકે, રાજા સાધુનોષી હોય, રોગનો ઉપદ્રવ હોય, સ્પંડિલની જગ્યાન મલે, ચંડિલની જગ્યા જીવાતવાળી હોય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, કુંથુઆનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય તથા સર્પનો ઉપદ્રવ હોય, તો ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પ! વળી કોઇ કારણ હોય, | ૧૬
dan Education intematona
wwwbery