________________
હ્યા.
(૧)
સાધુ કહે કે થયેલી દરેક ભૂલનું મિચ્છામિ દુક્કડં માંગી પ્રાયશ્ચિત કરી લો, તો કહેશે – સાહેબ ! અમારી ભૂલ થઈ જ નથી. ભૂલ તો પેલાની છે. એક માણસપર પડોશીની મોટર ચોરવાનો આરોપ આવ્યો. એણે કોર્ટમાં જજને કહ્યું – આ લોકો ખોટા મારી પાછળ પડી મને હેરાન કરે છે. મને ચોરી કરવાનો કોઈ આશય જ ન હોતો. એમ તો હું સજ્જન છું. આ તો મારે નવી કાર લેવી છે, તો એ પહેલા પડોશીની કાર લઈ હું એ ચકાસી લેવા માંગતો હતો કે મને બરાબર ચલાવતા આવડે છે ને ! અકસ્માત તો નહીં થાયને !! આ સંવત્સરી પહેલા મિચ્છામિ દુક્કડંકરી લઈ વેરનાશ અને મૈત્રીની વાતો સાંભળી તમે જેઓની સાથે બગડ્યું જ નથી, એવા મિત્રોવગેરેને સુંદર લખાણવાળા સુંદર કાર્ડ મોકલી ક્ષમા કરી લીધાનો સંતોષ માનો છો, પણ જેની સાથે ખરેખર બગડ્યું છે, એની તો ક્ષમા માંગતા જ નથી. ઉપરથી એમ વિચારો છો કે ભૂલ એની છે, તો ક્ષમા એ માંગે, મારે શું કામ માંગવાની ? આ બધું આજની જડ- વક્રતાના સૂચક છે.)
બાવીશ તીર્થંકરોના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હતાં, તેનું દૃષ્ટાંત...
કેટલાક સાધુઓ નટને જોઇને ઘણા વખત પછી આવવાથી ગુરુએ પૂછ્યું, ત્યારે તેઓએ જે હકીકત હતી, તે યથાસ્થિત કહી દીધી. ગુરુએ નટનો નાચ જોવાનો નિષેધ કર્યો. પછી એક દિવસ જ્યારે બહાર ગયા, ત્યારે નટીને નાચતી જોઇ પ્રાજ્ઞ હોવાથી વિચાર કરવા લાગ્યા – રાગ થવાનું કારણ હોવાથી ગુરુમહારાજે નટ જોવાનો આપણને નિષેધ કર્યો છે. ત્યારે નટીનો તો અત્યંત રાગનું કારણ હોવાથી સર્વથા નિષેધ હોવો જ જોઇએ,એમ વિચારી નટીને ન જોઇ.
(અહીં કોઈને શંકા થાય કે જો આમ જ હોય, તો બાવીશ તીર્થંકરના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ હોવાથી તેઓને ધર્મ હોય, તે સમજી શકાય. પરંતુ ઋષભદેવના સાધુઓ સરળ હોવા છતાં જડ હતા, તો ધર્મ જ સમજી ન શકે, તો તેઓને કેવી રીતે ધર્મ હોય ? અને પ્રભુ વીર ભગવાનના સાધુઓ તો જડની સાથે વક્ર છે, તેથી તેઓને તો ધર્મ સંભવતો જ નથી. તો એવી શંકા ન કરવી, કેમ કે પ્રથમ જિનના સાધુઓને જડતાના કારણે સ્ખલના થાય, તો પણ ભાવથી વિશુદ્ધ હોવાથી ધર્મ છે જ. એ જ પ્રમાણે પ્રભુ મહાવીર સ્વામીના સાધુઓના ભાવ ઋજુ–પ્રાજ્ઞની અપેક્ષાએ અવિશુદ્ધ હોવા છતાં સર્વથા ધર્મ જ નથી, એમ કહેવું યોગ્ય નથી, કેમ કે આમ કહેવામાં તીર્થનાશ માનવાનો મોટો અપરાધ છે. ઘઉંમાં કાંકરા હોય કે કાંકરામાં ઘઉં હોય, પણ તેટલા માત્રથી ઘઉંનો સર્વથા અભાવ કહેવો યુક્ત નથી. વળી આવી જડતા-વક્રતા બધામાં જ હોય એવો એકાંત નિયમ પણ નથી. વળી, સ્વભાવગત આવી વિચિત્રતા સંભવતી હોવાથી તો આ કાળમાં
For Private & Personal Use Only
Jain Education Inmational
૧૫ www.jainelibrary.org