________________
વ્યા. I
કહ્યું છે કે વડીલોને સામો ઉત્તર ન દેવો. આ બીજું દૃષ્ટાંત. (જડ હોવાથી વાતનો સીધો મર્મ જાણવો નહી, ને વક્ર હોવાથી ખોટા કુતર્કો કરવા, ખોટા બહાનાઓ કાઢવા, ખોટું તાત્પર્ય પકડવું... એ વર્તમાનકાળના જીવોનું લક્ષણ છે. ડોક્ટરે હાર્ટએટેકના દર્દીને દાદરો ચઢવાની ના પાડી, તો એ પાઇપ પકડીને ચડ-ઉતર કરવા માંડ્યો. માએ બસમાં બેસતા પહેલા પુત્રને કહ્યુંકેળાની છાલ ગમે ત્યાં નાંખતો નહીં. પછી નીચે ઉતરતા પૂછયું - કેળા ખાધા પછી છાલનું શું કર્યું? પુત્રે કહ્યું - મેંગમે ત્યાં નથી નાંખી. બાજુમાં બેઠેલા એક ભાઇના ખીસામાં છુપી રીતે મુકી દીધી છે !! શેઠાણીએ નોકરને કોથમીર, મરચા, લીંબુ, શાક વગેરે લાવવા મોકલ્યો. એ અક્કલનો ઓથમીર પહેલા કોથમીર લઈ આવ્યો, પછી મરચા લેવા ગયો, એમ વારાફરતી બધું લેવા ગયો. ત્યારે શેઠાણીએ કહ્યું – એમ વારે ઘડિયે ફેરા નહીં ખાવાના... એક કામમાં બધા કામ પતાવવાના. એક વાર બન્યું એવું કે શેઠની તબિયત બગડી. શેઠાણીએ કહ્યું – શેઠની તબિયત સારી નથી, તમે ડોક્ટરને બોલાવી લાવો. નોકર ડોક્ટરને બોલાવવા ગયો... થોડીવારમાં તોઠાઠડીનો સામાન લઈ એક ભાઈ આવ્યો.... એની પાછળ સગાઓ છાતી કુટતા-કુદતા આવવા માંડ્યા. શેઠાણી તો છક થઈ ગઈ. બધાને પૂછયું. તો બધાએ કહ્યું - કેમ તમારો નોકર કહી ગયો ને કે શેઠ મરી ગયા! શેઠાણી સ્તબ્ધ... ત્યાં તો નોકર ડોક્ટરને લઈને આવ્યો. શેઠાણીએ નોકરને તતડાવતા પૂછયું - શું તેં બધાને શેઠના મોતના સમાચાર આપ્યા? નોકરે કહ્યું - હા. શેઠાણીએ ગુસ્સાથી પૂછ્યું – કેમ? તને આવું ખોટું ડહાપણ ચલાવવાનું કોણે કહેલું? નોકરે સ્વબચાવમાં કહ્યું તમે તો કહેલું - એક કામમાં બધા કામ પતાવવાના. તેથી તો શેઠમાટે ડોક્ટર બોલાવવા ગયો, ત્યારે મેં વિચાર્યું, હવે શેઠ મરવાના, તો ભેગા ભેગા ઠાઠડીવાળાને અને સગાઓને પણ મોતના સમાચાર આપતો આવું, એટલે એક ફેરામાં જ બધું પતી જાય !!
આપણે બધા પણ આવી વક્રતાઓથી ભરેલા છીએ; તિથિએ લીલોતરી ત્યાગ કરવાની વાત કરી, તો લીલોતરી ત્યાગ શા માટે ? એ તાત્પર્યન સમજવાથી એ લીલોતરી ત્યાગ, તો ફળ ચાલુ! ફૂટક્યાં લીલોતરી છે !! મહોત્સવમાં રાત્રે જમાડવાનું ચાલુ હતું... પૂછયું - કેમ અત્યારના જમાડો છો? તો જવાબ મળ્યો-સાહેબ ! આપ જ ઉપદેશ આપો છો કે સાધર્મિક પધારે, તો સાધર્મિક ભક્તિ તો કરવી જ જોઈએ... અમે સાધર્મિકભક્તિ કરીએ છીએ ! એક ભાઈને જ્ઞાનપૂજન કરવા કહ્યું. તો એણે પોતે મૂકેલી રૂપિયાની નોટપર વાસક્ષેપ નાંખવા માંડ્યો. મુનિરાજે કહ્યું- ભલા ભાઈ ! રૂપિયાપૂજન નહીં, આ જ્ઞાનની પ્રતનું પૂજન કરો; એ ભાઈએ કહ્યું- સાહેબ ! રૂપિયા પર પણ લખ્યું જ છે ને ! આ તો બે પૂજન સાથે થઈ જાય, જ્ઞાનપૂજન ભેગું લક્ષ્મીપૂજન!
૧૪
baryo
dan Education in tema anal
For Private & Fersonal Use Only
www