________________
દીધો. ગુરુ મહારાજે કહ્યું - હે મહાનુભાવ! આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય. પણ ઘણા જીવોની વિરાધના થાય એવી વિચારણા હોવાથી તમે દુર્બાન કર્યું. આમ ચિંતવવું સાધુને કલ્પે નહીં. આ રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે તરત જ ભૂલ સ્વીકારી લઈ મિચ્છામિ દુક્કડં દીધું. અહીં જડ હોવાથી ખ્યાલ ન આવ્યો કે આ જીવહિંસા છે. અને સરળ હોવાથી જે ચિંતવ્યું, તે ગુરુને કહ્યું અને ભૂલ તરત સ્વીકારી લીધી. આ બીજું દષ્ટાંત.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શાસનના સાધુઓની વક્રતા અને જડતાના બે દૃષ્ટાંતો.
કેટલાક સાધુઓ નટને નાચતો જોઇ વિલંબે ગુરુ પાસે આવ્યા. ગુરુએ પૂછયું અને નટ જોવાનો નિષેધ કર્યો. વળી એક દિવસ જડ હોવાથી નટના નિષેધમાં નટીનો નિષેધ નહીં સમજવાથી નાચતી નટીને જોઇને વિલંબથી ગુરુપાસે આવ્યા. ગુરુએ પૂછ્યું ત્યારે પોતાના વક્રસ્વભાવથી જુદા ઉત્તરો દેવા લાગ્યા. પછી ગુરુએ ઘણું પૂછવાથી સત્ય વાત કહી. ગુરુ તેમને ઠપકો દેવા લાગ્યા, ત્યારે ઉલ્ટા તેઓ ગુરુને ઠપકો દેવા લાગ્યા કે તમોએ તે દિવસે અમને નટ જોવાનો નિષેધ કર્યો, ત્યારે જ નટી જોવાનો પણ નિષેધ શા માટે કર્યો નહીં? માટે આ દોષ તમારો જ છે. અમે શું જાણીએ? એમ વક્રતાથી ઉત્તર આપ્યો. પહેલું દષ્ટાંત.
કોઇ એક વેપારીનો પુત્ર દુર્વિનીત વક્ર અને જડ હતો. તે વારંવાર વડીલોની સામે બોલતો અને ઉદ્ધત જવાબ આપતો. તેથી તેના પિતા તેને વારંવાર ટોકતા અને શિખામણ આપતા કે – મા બાપ વગેરે વડીલોની સામે ન બોલવું. આ છોકરો વક્ર હોવાથી એણે પિતાની આ વાતને મનમાં વક્રરૂપે ધારી રાખી. એક દિવસ ઘરના બધા માણસો બહાર ગયા હતા, ત્યારે તેણે વિચાર્યું - વારંવાર શિખામણ આપતા પિતાને આજે તો હું બરાબર શિક્ષા આપું! એમ વિચાર કરી ઘરનાં બારણાં અંદરથી બંધ કરી પોતે અંદર ભરાઇ રહ્યો. પછી તેના પિતા વગેરે આવ્યા બાદ તેઓએ બારણું ઉઘાડવા ઘણી બુમો પાડી. છતાં તેણે કાંઇ જવાબ પણ આપ્યો નહીં અને બારણાં પણ ઉઘાડ્યા નહીં! પછી તેના પિતા ભીંત ઓળંગીને જ્યારે અંદર ગયા ત્યારે પુત્રને હસતો જોઈ ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યો - તમે જ મને | ૧૩
Gain Education Interational
www
baryo