________________
થા
(૧)
આ વાત દૃષ્ટાંતોથી બતાવે છે.
પહેલા જિનના કેટલાક સાધુઓ (સ્પંડિલાદિમાટે) બહાર ગયા પછી ઉપાશ્રયમાં ગુરુ પાસે આવ્યા. ગુરુએ પૂછ્યું - હે મુનિઓ! તમને આટલો બધો સમય ક્યાં થયો? ત્યારે પ્રકૃતિથી સરળ હોવાથી તેઓએ કહ્યું - હે સ્વામી! અમે નાચ કરતા એક નટને જોવા રોકાયા હતા. ગુરુએ કહ્યું –એવી રીતે નટને જોવો સાધુને કલ્પનહીં! તેઓએ કહ્યું - બહંસારું. હવેથી નટનો ખેલ જોઇશું નહીં! એમ કહી વાત અંગીકાર કરી. વળી એક દિવસ એ જ સાધુઓ બહારથી ઘણા મોડા ઉપાશ્રયે આવ્યા! ગુરુએ આગળની જેમપૂછવાથી તેઓએ કહ્યું - હે સ્વામી!અમે નાચતી એકનટીને જોવા રોકાયા હતા. ત્યારે ગુરુએ કહ્યું - મહાનુભાવો!તમને તે દિવસે નટને જોવાની ના કહી હતી. તેથી નટીને જોવાનો તો ચોક્કસ નિષેધ જ સમજવો જોઇએ. ત્યારે શિષ્યોએ કહ્યું - હે પ્રભુ! અમે એ વાત જાણતા નહોતા. હવે ફરીથી તેમ નહી કરીએ! અહીં તેઓ જડ હોવાથી એમન જાણ્યું કે ગુરુએનટનો નિષેધ કર્યો, તેમાં નટીનો નિષેધ હોય જ પણ સરળ હોવાથી સરલ ઉત્તર આપ્યો. પહેલું દૃષ્ટાંત.
હવે બીજું દષ્ટાંત - કોંકણ દેશની કોઈ વ્યક્તિએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખત ઇરિયાવહીના કાઉસ્સગ્નમાં તે ઘણો કાળ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ન પાર્યો, ત્યારે ગુરુએ પૂછ્યું તમે આટલા બધા લાંબા કાઉસ્સગ્નમાં શું ચિંતવ્યું? તેણે કહ્યું - હે સ્વામી! મેં તેમાં જીવદયા ચિંતવી. ગુરુએ પૂછ્યું - તમે શી રીતે જીવદયા ચિંતવી? તેણે કહ્યું – પહેલા જ્યારે હું ગૃહવાસમાં હતો, ત્યારે હું ખેતરમાંથી નકામા વૃક્ષ વગેરે કાઢી નાંખી ખેતરને સારી રીતે ખેડીને ધાન્યવાવતો હતો. તેથી ઘણું ધાન્ય ઉગતું હતું. પણ હવે મારા પુત્રો નિશ્ચિત અને પ્રમાદી થઇને જોનકામા વૃક્ષ વગેરેને ખેતરમાંથી નહીં કાઢે તથા ખેતરને સારી રીતે ખેડશે નહીં, તો ધાન્ય નહીં ઉગવાથી તે બિચારાઓના શા હાલ થશે? ઇત્યાદિ વિચાર્યું. આમ સ્વભાવથી ઋજુ-સરળ હોવાથી પોતાનો અભિપ્રાય કશું છુપાવ્યા વિના કહી
૧૨ www. library.org
dan Education intematonal
For Private & Fersonal Use Only