SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મ્યા. (૧) આપણામાં સ્થાનાદિ મમત્વ વિશેષ હોવાથી એ મમત્વમાં ફસાઈ ને મમત્વ છોડવા લીધેલી દીક્ષાને નિષ્ફળ ન કરે એમાટે આ કલ્પ જરૂરી બતાવ્યો છે.) બાવીશ જિનના સાધુઓને માસકલ્પ નિયત નથી. તેઓ તો એક સ્થાને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી પણ રહે, અથવા કારણ આવી પડે, તો મહીનો પૂરો થતાં પહેલા જ વિહાર પણ કરી જાય. (૧૦) પર્યુષણ કલ્પ ઃ- પરિ-સામત્સ્યેન વસનં પર્યુષણં પર્યુષણા શબ્દના બે અર્થ છે. (૧) ‘સમસ્તરૂપે રહેવું' એટલે કે સાધુઓએ ચોમાસુ કરવું. અને (૨) વાર્ષિક પર્વ. આમાં વાર્ષિક પર્વ પૂર્વે ભાદરવા સુદ પાંચમના હતું. કાલિક સૂરિએ ભાદરવા સુદ ચોથે આ પર્વ કર્યા પછી હવે ભાદરવા સુદ ચોથના સંવત્સરીવાર્ષિક પર્વ આરાધાય છે. પર્યુષણના । આઠ દિવસમાં પ્રથમ સાત દિવસ તૈયારીના છે, વાર્ષિક પર્વરૂપ ખરી પર્યુષણા સંવત્સરીના દિવસે છે. (સાધુઓના ચોમાસારૂપ પર્યુષણ પણ બે પ્રકારે (૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ. સંવત્સરી પ્રતિક્રમણથી શરુ કરી કાર્તિક ચોમાસી સુધી સીત્તેર દિવસ રહેવું, તે જઘન્ય . અને અષાઢ સુદ ચૌદસથી કાર્તિક ચોમાસી સુધી રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ. આ બન્ને નિરાલંબને સ્થવિરકલ્પીને હોય છે. અર્થાત્ તેવા વિશેષ કારણ ન હોય, તો આ પ્રમાણે સમજવું. તેવા વિશેષ કારણમાં (=સાલંબનમાં) તો ચોમાસા પહેલાના અને ચોમાસા પછીના મહીના સહિત છ માસ પણ થાય. જિનકલ્પીને તો ઉત્કૃષ્ટ નિરાલંબન પર્યુષણા કલ્પ હોય છે.) આ કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુઓ અવશ્ય કરે. બાવીશ જિનના સાધુઓને અનિયત છે. આ દશે કલ્પો પહેલા અને છેલ્લા જિનના સાધુઓને નિયત છે. વચલા બાવીશ જિનના સાધુઓને શય્યાતર-ચાર વ્રત-જ્યેષ્ઠ અને કૃતિકર્મ આ ચાર કલ્પ નિયત અને આચેલક્ય–ઔદ્દેશિક-પ્રતિક્રમણ-રાજપિંડ-માસકલ્પ અને પર્યુષણાકલ્પ અનિયત છે. આ ભેદ પડ્યા તેમાં જીવવિશેષ કારણ છે. ઋષભદેવના તીર્થંકાળવખતે જીવો સરલ સ્વભાવી હોવા છતાં જડ હતા, માટે તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ હતું. શ્રી મહાવીર સ્વામીના તીર્થના કાળે જીવો વક્ર અને જડ છે. તેથી તેઓને ધર્મનું પાલન દુષ્કર છે. જ્યારે બાવીશ જિનના સાધુઓ સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ હતા. આથી તેઓને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાલન–બંને સહેલાં હતા. For Private & Personal Use Only Jain Education International ૧૧ Www.iaehellbory.DID
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy