________________
વ્યા.
(૧)
જઇશ, તો મારે નાના ભાઇઓને વંદન કરવા પડશે. કેવળજ્ઞાન મેળવીને જ જાઉં, એટલે કેવળીઓને પરસ્પર વંદનવ્યવહાર ન હોવાથી અને કેવળીઓને કોઈને વંદન કરવાના ન હોવાથી નાના ભાઈઓને વંદન કરવું નહીં પડે !’ આ અભિમાનયુક્ત વિચારના કારણે એક વર્ષ સુધી ત્યાં જ કાઉસગ્ગ-ધ્યાનમાં રહ્યા, પણ પ્રભુ પાસે ગયા નહીં. છેવટે પ્રભુએ મોકલેલા બ્રાહ્મી-સુંદરી સાધ્વીઓથી પ્રતિબોધ પામી માન મુકી નાના ભાઇઓને વંદન કરવાનું નક્કી કર્યું, તો તરત કેવળજ્ઞાન થયું ! આમ સંસારી અવસ્થાના નાના-મોટાના વ્યવહારની અસર હજી સાધના ક્ષેત્રમાં પ્રવેશેલા સાધકોને થવાની પૂરી સંભાવના છે. એટલા માત્રથી તેઓ સાધનાનો માર્ગ છોડી દે કે સતત દુર્ધ્યાન કરે એવું ન થાય, એમાટે આ વ્યવસ્થા છે. આમે ચારે ગતિમાં માનવોને માન વધુ સતાવે છે. પુત્રે દુકાનમાં કામ બરાબર નહીં કરતા એક કર્મચારીને બરતરફ કર્યો. બહારગામથી પાછા ફરેલા બાપને આની ખબર પડી. એણે કર્મચારીને ફરીથી કામપર લીધો. અને બીજે દિવસે બરતરફ કર્યો. કર્મચારીએ રોષપૂર્વક પૂછયું- મને તમારા દીકરાએ કાઢી જ મુકેલો. તમે ફરી નોકરીએ રાખી ફરીથી કાઢી મુકી મારી ક્રુર મજાક કેમ કરી ? તો બાપે કહ્યું- એ તો પુત્રને ખબર પડે કે કોને રાખવો ને કોને કાઢવો એ અધિકાર મારો છે, એનો નહીં !)
(૮) પ્રતિક્રમણ કલ્પ ઃ - પહેલા અને છેલ્લા જિનના સાધુઓએ દોષ લાગે કે ન લાગે, તો પણ સવાર સાંજ બન્ને વખત પ્રતિક્રમણ અવશ્ય કરવું. બાવીશ જિનના સાધુઓ અતિચાર લાગે, તો જ પ્રતિક્રમણ કરે, બાકી નહીં. અને તેઓ અતિચારના કારણે પ્રતિક્રમણ કરે, તો દેવસી અને રાઇ બે જ પ્રતિક્રમણ કરવાના હોય છે. જ્યારે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને દેવસી-રાઇ-પક્ષી-ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ હોય છે.
(૯) માસ કલ્પ ઃ- પહેલા અને છેલ્લા જિનના સાધુઓને એક સ્થાને વધારેમાં વધારે એક માસ અેવું કલ્પે (કારણકે એથી વધારે વખત રહે, તો સ્થાન- શ્રાવકો વગેરે પ્રત્યે રાગ, શ્રાવકોમાં સદ્ભાવ ન રહે તો લઘુતા થાય ઇત્યાદિ દોષો ઊભા થાય છે. દુષ્કાલ-અશક્તિ-રોગ આદિના કારણે અધિક રહેવું પડે, તો પણ બીજા પરામાં જાય, બીજા મહોલ્લામાં જાય, બીજા ઉપાશ્રયમાં જાય, છેવટે એ જ ઉપાશ્રયમાં પણ ખૂણા બદલીને પણ પ્રભુની માસકલ્પની આજ્ઞાનું સત્યાપન કરે (= યથાશક્તિ પાલન કરે.) દેખાય છે કે પ્રતિક્રમણ જેવી એકાદ કલાકની ક્રિયામાં પણ રોજ જે સ્થાને બેસતા હોય, ત્યાં કોક બીજો પહેલા આવીને બેસી ગયો હોય, તો એને ઉઠાડે નહીં તો પણ મનમાં એમ થઇ જાય કે “આ મારી જગ્યાએ બેસી ગયા.’ આમ
For Private & Personal Use Only
Jain Education international
૧૦ www.jainelibrary.org