SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યા. (૧) લીધી. દીક્ષાના દિવસે પોતાનાથી મોટા બધા સાધુઓને વંદન કર્યા, ત્યારે મનમાં એવી અધૃતિ થઇ કે “મારે બધાને વંદન કરવાના, મને કોઈ વંદન કરે નહીં.’ એ વખતે ૩૬૦૦૦ શિષ્યાઓના ગુરુણી ચિર દીક્ષિત ચંદનબાળા સાધ્વીએ એમનો વંદનાદિ વિનય કર્યો. તે વખતે આવા મોટા પ્રભાવક અને ઉપકારી સાધ્વી પણ મને વંદન કરે છે, એ ભાવથી તેઓની અકૃતિ દૂર થઈ, ને દીક્ષામાં સ્થિર થયા.) (૬) વ્રત કલ્પ :- મહાવ્રત. પહેલા અને છેલ્લા જિનના સાધુઓને પાંચ મહાવ્રતો હોય છે. જ્યારે વચલા બાવીશ જિનના સાધુઓને ચાર મહાવ્રતો હોય છે. તેઓને મૈથુનવિરમણ નામના મહાવ્રતનો સમાવેશ અપરિગ્રહ મહાવ્રતમાં જ થઇ જાય છે. (તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણે છે કે–સ્રી પણ પરિગ્રહ જ છે. તેથી પરિગ્રહનું પચ્ચખાણ કરવાથી સ્રીઅંગે પણ પચ્ચખાણ આવી જ જાય છે. પ્રથમ-ચરમ જિનના સાધુઓ આ પ્રકારે જ્ઞાનવાળા ન હોવાથી તેઓમાટે બ્રહ્મચર્ય મહાવ્રત પણ અલગ છે, તેથી તેઓને પાંચ મહાવ્રત છે.) (૭) જ્યેષ્ઠ કલ્પ :- મોટા નાનાપણાનો વ્યવહાર. પહેલા અને છેલ્લા જિનના સાધુઓમાં વડી દીક્ષાથી મોટા-નાનાનો વ્યવહાર થાય છે. જ્યારે બાવીશ જિનના સાધુઓને અતિચારરહિત ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસથી મોટા નાનાનો વ્યવહાર થાય છે. (પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, રાણી અને દાસી વગેરે સાથે દીક્ષા લે, તો વડી દીક્ષા માટેના દસવૈકાલિકના ચોથા અધ્યયન સુધીના યોગોદ્વહન સાથે કરે. અને પિતાવગેરેને મોટા કરે. કદાચ પિતાવગેરે થોડા મોડા તૈયાર થાય એમ હોય, તો પુત્ર વગેરેની પણ વડી દીક્ષા મોડી કરવી. કદાચ પુત્ર વિશિષ્ટ પ્રજ્ઞાથી યુક્ત હોય, અને વિલંબ કરવામાં તેવી પ્રજ્ઞા વિનાના બીજા મોટા થઈ જતાં હોય, તો પિતારાજા વગેરે ને સમજાવવા કે પુત્ર વગેરેના ગૌરવમાં તમારું જ ગૌરવ છે. જો તેઓ હા પાડે, તો પુત્ર આદિને મોટા તરીકે સ્થાપવા. ના કહે, તો તેમ કરવું નહિ. કેમ આમ ? તો પિતા વગેરેએ સંસારી અવસ્થામાં પુત્ર વગેરેના માનનીય-પૂજનીય તરીકેનું સ્થાન ભોગવ્યું હોય છે. તેથી વડી દીક્ષા પછી પુત્ર વગેરે મોટા થઈ જાય, તો તેઓને અપ્રીતિ થવાનો સંભવ છે. બાહુબળીના દૃષ્ટાંતમાં દેખાય છે કે બાહુબળીએ ભરત ચક્રવર્તી સાથેના યુદ્ધમાં જીતવા છતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પણ પછી પોતાના નાનાભાઈઓએ વહેલી દીક્ષા લીધી હોવાથી ‘હમણાં ભગવાનપાસે For Private & Personal Use Only Jain Education International e www.jainelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy