________________
મ
(1)
•
શય્યાતરના પણ તૃણ (ઘાસ)-માટીનું ઢેકું-પેશાબ કરવાની કુંડી-પાટલો-પાટ-પાટિયું-શય્યા-સંથારો-લેપ આદિ વસ્તુ અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય-આટલું સાધુઓને કલ્પે છે.
(૪) રાજપિંડ કલ્પ : – જે રાજા હોય, તેના આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-કંબલ અને રજોહરણ એ આઠ પ્રકારનો પિંડ પહેલા અને છેલ્લા જિનના સાધુને કલ્પે નહિ, (કારણકે રાજાના મહેલમાં જતાં આવતાં સાધુને ખોટી થવું પડે તો સ્વાધ્યાય-ધ્યાનમાં વ્યાઘાત થાય. ત્યાં પ્રવેશતા-નીકળતા સામંતો વગેરે સાધુને અમંગલિક માને તો અપમાન કરે, શરીરને ઈજા વગેરે પણ કરે. તથા સ્વરૂપવતી સ્ત્રીઓ-હાથી-ઘોડા વગેરે જોઈ સાધુનું મન ચલિત થાય. વળી ‘સાધુઓ માલ-મલીદા ઉડાવે છે’ ઇત્યાદિરૂપે લોકોમાં નિંદા થાય, ઇત્યાદિ ઘણાં દોષોનો સંભવ છે. જ્યારે કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા, ત્યારે કુમારપાળ રાજા આઘાતથી સતત રડવા માંડ્યા. અધિકારીવર્ગ વગેરે આશ્વાસન આપી વસ્તુ પરિણતિ ને સમજી સ્વસ્થ રહેવા ખૂબ સમજાવે છે, ત્યારે કુમારપાળરાજા કહે છે – પૂજ્યપાદ ગુરુદેવશ્રીના પડેલા વિસ્ટનો થા તો કદી રુઝાવાનો નથી. એ પણ જાણું છું કે આ એક નિશ્ચિત ભાવી છે, એમાં ફેરફાર કરવો તીર્થંકરમાટે પણ શક્ય નથી. પણ મને જે સખત આઘાત લાગ્યો છે, તે મારા રાજ્યમોહ પર અને ગુરુભક્ત હોવાના દંભ પર છે. મને ખબર હતી કે મારા પૂજ્ય ગુરુદેવશ્રીને રાજપિંડ કલ્પતો નથી, તો પણ મેં મૂઢે રાજ્યમોહથી રાજ્યનો ત્યાગ કર્યો નહીં... તેથી હું તો એ ગરીબથી પણ ગરીબ છું કે જેઓને પાત્રામાં વહોરાવવાનો લાભ મળ્યો છે. હું તો એ લાભથી ય વંચિત રહી ગયો ! હું કેવો કંગાલ કે મારા જ પરમઉપકારી ગુરુદેવના પાત્રામાં મારા અન્નનો એક કોળિયો પણ ગયો નહીં. બસ આ વાત પર હું રોઈ રહ્યો છું) જ્યારે બાવીશ જિનના સાધુઓને રાજપિંડ કલ્પી શકે છે. કારણકે તેઓ ઋજુ = સરલ અને પ્રાજ્ઞ = બુદ્ધિશાળી હોય છે.
(૫) કૃતિકર્મ કલ્પ :- વંદન બે પ્રકારે (૧) અભ્યુત્થાન અને (૨) દ્વાદશાવર્ત્ત. બધા જિનના સાધુઓ દીક્ષાપર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે. પૂર્વકાળના ચક્રવર્તી સાધુ પણ પોતાનાથી દીક્ષાપર્યાયમાં મોટા સામાન્ય સાધુ ને વંદન કરે, પરંતુ સાધ્વી ઘણાં વર્ષોના દીક્ષા પર્યાયવાળી હોય, તો પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે, કારણકે તીર્થંકર પરમાત્માઓનું શાસન પુરુષ પ્રધાન હોય છે. (ઉપદેશમાળામાં પ્રસંગ આવે છે કે એક સામાન્ય માણસે આર્યા ચંદનબાળાના પ્રેરણા-પ્રભાવથી દીક્ષા
For Private & Personal Use Only
Jain Education International
८
www.anelibrary.org