________________
સિક્કા) હતા... તેથી એ ધનવાન જ કહેવાયને!વાત આ છે કે જેમ થોડું પરચૂરણ હોવા માત્રથી ધનવાન કહેવાતો નથી, એમ અલ્પમૂલ્યવાળા જીર્ણ વસ્ત્ર હોવા માત્રથી સચેલક ગણાતો નથી. તેથી શાંતિ, પવિત્રતા, મૈત્રી, નિર્મળજીવનના પ્રતિક સમાન સફેદ વસ્ત્ર પહેરનારા સાધુ અચલક છે.)
(૨) ઔદેશિક કલ્પઃ- આધાકર્મયુક્ત. કોઇ સાધુને નિમિત્તે અથવા કોઇ સાધુ સમુદાયને નિમિત્તે ભોજન-પાણી-સમારી અચિત્ત કરેલાં ફળ, વસ્ત્ર, પાત્ર વગેરે તૈયાર કર્યા હોય તે પહેલા અને છેલ્લા જિનના સાધુઓમાં કોઇને પણ નકલ્પ. જ્યારે વચલા બાવીશ સાધુઓને આશ્રયીને જે સાધુને ઉદ્દેશીને અથવા જે સાધુ સમુદાયને ઉદ્દેશીને બનાવ્યું હોય, તો તેઓને જ નકલ્પ, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાયને કલ્પી શકે છે. . (૩) શય્યાતર કલ્પઃ- વસતિનો માલિક. જે સ્થાને સાધુ ઉતર્યા હોય, તે જગ્યાનો માલિક. તેના આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-કંબલ
ઓથો-સોય-અસ્તરો-નેરણી અને કાન કોતરણી આ બાર પ્રકારનો પિંડ બધા તીર્થકરોના શાસનમાં બધા સાધુઓને કહ્યું નહિ. (કારણકે શય્યાતર જો સાધુઓ પ્રત્યે સભાવવાળો હોય, તો સાધુઓને પોતાના અતિથિ માની એમની ભક્તિથી ઉત્તમ ભોજન-પાણી વગેરેની વ્યવસ્થા કરે. અને તો સાધુને આધાકર્મ આદિ દોષો લાગે. અને જો એ શય્યાતરી એવા સર્ભાવવાળોન હોય, તો એને એમ થઈ જાય, કે આ તો આંગળી આપતા પોંચુ પકડ્યું... આપણે રહેવા આપીએ, એટલે ભોજનવગેરેની પૂરી જવાબદારી આપણા ગળે વળગી. આમ સાધુદ્દેષ થાય, અને પછી ભવિષ્યમાં વસતિ મળવી દુર્લભ બની જાય, કેમ કે લોકોમાં પણ આ વાત ફેલાઈ જાય. માટે સાધુઓ શાતરનો પિંડનલે. તો શય્યાતરને શો લાભ? શય્યાતરને સાધુ એની વસતિમાં-એના સ્થાનમાં સ્વાધ્યાય-જાપ-ધ્યાન-વૈયાવચ્ચ વગેરે જે કરે, એ બધામાં સહાયક બનવાનો લાભ મળે. તેથી જ જે શય્યા આપવાદ્વારા સંસારને તરી જાય, તે શય્યાતર એમ કહેવાય છે.
જે સ્થાનમાં સાધુ રાતના ચાર પહોર જાગતા રહે અને સવારનું પ્રતિક્રમણ બીજે સ્થાને કરે, તો તે સ્થાનનો માલિક શય્યાતર કહેવાય નહીં. પણ જ્યાં સવારનું પ્રતિક્રમણ કર્યું, એશય્યાતર ગણાય. જો સાધુ ત્યાં નિદ્રાલે, અને સવારે પ્રતિક્રમણ બીજે કરે, તો જ્યાં નિદ્રા લીધી એ સ્થાનનો માલિક અને જ્યાં સવારનું પ્રતિક્રમણ કર્યું, એ સ્થાનનો માલિક બંને શય્યાતર બને.)
Gain Education
tematica
www
brary
ID