________________
સાધુઓમાં કેટલાક સાધુઓ વિવિધ વર્ણના અને મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે છે, તેઓ સલક છે. કેટલાક સાધુઓ જીર્ણ અને પ્રમાણોપેત શ્વેત વસ્ત્ર ધારણ કરતાં હોવાથી તેઓ અચેલક ગણાય છે. આમ તે તીર્થના સાધુઓમાટે આ આચાર અનિયત છે. (આ સાધુઓ ઋજુ અને કાશ હોવાથી વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરવાથી પણ મૂચ્છ-આસક્તિ થતી નથી. “સંયમની સુરક્ષા હેતુ નિર્દોષ વસ્ત્ર ગ્રહણ કરવા’ આ જ લક્ષ્ય હોય છે. તેથી વિવિધ રંગી કે બહુમૂલ્ય વસ્ત્ર પણ જો નિર્દોષ મળે, અને પોતે આસક્તિવગર વાપરી શકે તો તેઓને પરિભોગ-ધારણ કરવાની અનુજ્ઞા છે.)
પ્રથમ તીર્થંકરના ઋજુ -જડ અને અંતિમ તીર્થંકરના વક્ર-જડ સાધુઓ વસ્ત્રની મૂચ્છ-આસક્તિ આદિમાં ન ફસાઈ જાય એમાટે પ્રથમ અને અંતિમ તીર્થકરોના સાધુઓ માટે પ્રમાણોપેત અને જીર્ણપ્રાય-અલ્પમૂલ્યવાળા શ્વેત વસ્ત્રો જ ધારણ કરવાની નિયત આજ્ઞા છે. તેથી આવા વસ્ત્રધારી હોવાથી જ તેઓનો આચેલક્ય કલ્પ નિયત છે.
(હવે કોઇ શંકા કરે કે પહેલા અને છેલ્લા જિનના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે તો તેઓ અચેલક કેમ કહેવાય? તેનો ઉત્તર એ છે કે તેમના વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળા હોવાથી અચેલક કહેવાય છે. કારણકે તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો હોય, તો લોકોમાં અવસ્ત્રપણું પ્રસિદ્ધ છે. જેમ કે લોકો પાસે વસ્ત્ર હોય, તો પણ ધોબી, દરજી અથવા વણકરને કહે છે કે અમને અમારા કપડા આપ, અમે કપડા વિનાના બેઠા છીએ. આ પ્રમાણે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને વસ્ત્રો હોવા છતાં અચલકપણું કહેલું છે. સંયમરક્ષા, લજ્જા, ઠંડીમાં રક્ષણવગેરે હેતુથી સાધુને વસ્ત્રનો પરિભોગ બતાવ્યો છે. આવા સંયમોપકારક વસ્ત્રોના હવામાત્રથી પરિગ્રહ નથી, પણ ‘આસક્તિ થવી’ એ પરિગ્રહ છે. વર્તમાનકાલીન અલ્પસત્ત્વવાળા સાધુઓને આવી આસક્તિ ન થાય, એ માટે જીર્ણ, અ૯૫મૂલ્યવાળા, પ્રમાણોપેત, શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે. એટલા માત્રથી તેઓ વસ્ત્રધારી બની જતાં નથી. શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવાડ્યું- જે ધનવાળો હોય, તે ધનવાન ગણાય. બીજે દિવસે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીમાટે ફરિયાદ કરતાં કહ્યું- હું ગરીબને મદદ કરવા જતો હતો, તો આણે મને અટકાવી કહ્યું- એ તો ધનવાન છે. શિક્ષકે એ વિદ્યાર્થીને પૂછયું- કેમ તેં ગરીબને ધનવાન કહ્યો? એ વિદ્યાર્થીએ કહ્યું- આપે જ કહ્યું છે ને કે જેની પાસે ધન હોય, તે ધનવાન. એ ગરીબ પાસે પાંચ દસિયા (=દસ પૈસાના
Jain Education n
ational
For Private & Pessoal Use Only
www
library