________________
વિવેચન થતું દેખાતું નથી. આ કલ્પસૂત્રમાં ‘કલ્પ’ શબ્દ સાધુઓના આચારના અર્થમાં છે. આ આચાર દશ પ્રકારના છે.
આચેલકફ-હેસિય સિક્ઝાયર રાયપિંડ કિઇકમે; વય જિઠ પરિક્રમણે માસ પક્ઝોસણા કમ્પ.../૧//
(૧) અચલક કલ્પ (૨) ઔદેશિક કલ્પ (૩) શય્યાતર કલ્પ (૪) રાજપિંડ કલ્પ (૫) કૃતિકર્મ કલ્પ (૬) વ્રતકલ્પ (૭)ળેષ્ઠ કલ્પ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) માસ કલ્પ અને (૧૦) પર્યુષણા કલ્પ.
આ દસ કલ્પસંબંધી ચોવીસ તીર્થકરોના શાસનને અપેક્ષીને બે ભાગ સમજવાના છે. (૧) પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં એક સરખો સમાન આચાર હોય. અને (૨) બીજા ભગવાનથી માંડી ત્રેવીસમાં તીર્થંકરસુધીના બાવીશ તીર્થકરોનો પરસ્પર એક સમાન આચાર હોય. આ જ આચાર મહાવિદેહ ક્ષેત્રના સાધુઓ માટે પણ સમજી લેવાનો. એમાં...
(૧) અચલક કલ્પ:- વસ્ત્ર રહિતપણું. વસ્ત્રધારી ચેલક કહેવાય, જે વસ્ત્ર રહિત હોય, તે અચેલક કહેવાય. અચલકપણું એટલે આચેલક્ય. એમાં તીર્થકરોને આશ્રયીને આ પ્રમાણે છે- જ્યારે કોઈ પણ તીર્થકર દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે સૌધર્મેન્દ્ર લાખ સોના મહોરના મૂલ્યવાળું એક દેવદૂષ્ય તેમના ડાબા ખભે મુકે છે. એક સમયનો પણ પ્રમાદ નહીં કરતાં ભારેડ પંખી જેવા અપ્રમત્ત તીર્થકરોના ખભે એ વસ્ત્ર એમનું એમ પડ્યું એ છે. પણ તેવા સ્વભાવાદિ કારણથી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના ખભે એ વસ્ત્ર કંઇક અધિક એક વર્ષમાટે રહ્યું. પછી જતું રહ્યું. બાકીના તીર્થકરોના ખભે એ વસ્ત્ર નિર્વાણ સુધી રહ્યું છે. સાધુઓને આશ્રયીને શ્રી અજિતનાથથી માંડી શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને મહાવિદેહ ક્ષેત્રના સ્વભાવથી ઋજુ અને પ્રાજ્ઞ
Gain Education n
ational
For Private & Fersonal Use Only
www.albaryong