SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પંચેન્દ્રિય તરીકે ઓળખાવનાર કાન કચરાપેટી નથી કે એમાં આખા ગામની હલકી વાતોનો કચરો ઠલવાયા કરે. એ તો જિનવાણીરૂપી રત્નોને સ્થાન આપતી તિજોરી છે. પારણામાં ઝુલતાં મદાલસાના સંતાનોએ મદાલસાનું-શુદ્ધોસિ, બુદ્ધોસિ, હાલ સાંભળીને યુવાનવયમાં જ સંન્યાસ સ્વીકારી લીધો. તેથી સહુઆંખ સ્થિર કરી અને કાન સરવા કરી બીજે મન ન મળે તેની કાળજી રાખી કલ્પસૂત્ર સાંભળો... એકવાર નારદ રાવણની શ્રી લંકામાં પહોંચ્યા... રાવણે પોતાનું ઐશ્ચર્ય બતાવવાનારદને અશ્વશાળા, આયુધશાળા, પાકશાળા, આભરણશાળા... વગેરે અનેક શાળાઓ બતાવી. બધું બતાવ્યા પછી નારદનો અભિપ્રાય પૂછયો. ત્યારે નારદે કહ્યું- હજી એક શાળા ખુટે છે કે જેના અભાવમાં બાકીની બધી શાળાઓની કોઈ કિંમત નથી. રાવણે પૂછયું- એ કઈ શાળા? નારદે કહ્યું- આચારશાળા... એવી શાળા કે જ્યાં સદાચાર શીખવાડવામાં આવતા હોય... રાવણ આ સાંભળી છક થઇ ગયો... વાત એ છે કે સદાચાર વિના કશું શોભતું નથી. સદાચાર વિનાનો માનવ દાનવ છે, તોવેશથી સાધુ પણ સદાચાર વિનાનો હોય, તો શેતાન છે. તેથી જ આ પવિત્ર ગ્રંથના આરંભે જ સાધુના આચારોની વાત કરવામાં આવી છે, સાધુઓએ એ પાળવાના છે, અને શ્રાવકોએ એ સાંભળી એ આચારોના પાલનમાં સાધુઓને સહાયક થવાનું છે, તો સાથે એવી જિજ્ઞાસા પણ ઊભી કરવાની છે કે સાધુના આચારો આ છે કે જેનાથી સાધુ શોભે, તો અમારા એવા ક્યા આચારો છે કે જેના પાલનથી અમે શ્રાવક તરીકે શોભીએ....) આ જૈનશાસનમાં પૂર્વે સાધુ-સાધ્વીજી ભગવંતો એક મહીનો રહી શકાય એવા જુદા-જુદા આઠ ક્ષેત્રોમાં ક્રમશઃ આઠ માસકલ્પ કરતા હતા. એ ક્રમે જ વિહાર કરતાં કરતાં છેલ્લે જે ચાતુર્માસ યોગ્ય ક્ષેત્ર આવે, ત્યાં ચાતુર્માસકલ્પ કરતા હતા. આમ તેઓનો નવકલ્પવિહાર પ્રસિદ્ધ હતો. પણ હવે ગુરુપરંપરાથી એવી વિધિ ચાલે છે કે ગુરુ ભગવંત જે ક્ષેત્રમાં ચોમાસું કરવાનો આદેશ આપે, ત્યાં સાધુઓ ચોમાસુ કરે. આ રીતે ચોમાસું રહેલા સાધુઓ મંગલમાટે ચતુર્વિધ સંઘસમક્ષ પર્યુષણના છેલ્લા પાંચ દિવસમાં નવ વ્યાખ્યાન દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાંચન કરે છે. આનંદપુર નામના નગરમાં પ્રથમવાર સંઘસમક્ષ કલ્પસૂત્રનું વાંચન થયું, ત્યારથી આ પરિપાટી ચાલી આવે છે. જો કે હાલ એવી પ્રથા છે કે ચોથાથી માંડી સાતમા દિવસ સુધીના ચાર દિવસના આઠ પ્રવચનોમાં આઠ વ્યાખ્યાન કરવા, અને સંવત્સરીને દિવસે સવારે મૂળ કલ્પસૂત્ર (=બારસાસૂત્રો સંભળાવવું. આમ નવમાં સાધુ સામાચારીના વ્યાખ્યાનનું ખાસ || ૪ dan Education International For Private & Personal Use Only www.a library.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy