________________
હય.
ગુજરાતીમાં અનુવાદ કરવારૂપે આ ગ્રંથનું મંગલ કરું છું.
પરમ કલ્યાણકારી શ્રી જગદીશ્વર અરિહંત પ્રભુને પ્રણામ કરીને હું કલ્પસૂત્ર પર બાળ જીવોને ઉપકારક બને એવી સુબોધિકા ટીકા રચું છું: I/૧//
જો કે કલ્પસૂત્રપર બુદ્ધિમાનોનો વર્ગ સમજી શકે એવી ઘણી ટીકાઓ છે, તો પણ મારો આ પ્રયત્ન અત્યંત અલ્પ બુદ્ધિવાળા જીવોને બોધદાયક બનવાદ્વારા ફળદાયક બનશે. //રા જેમ કે....
જો કે જગતની બધી વસ્તુઓ પર પ્રકાશ પાથરતાં સૂર્યકિરણો ઘણા છે, છતાં ભોંયરામાં રહેલાઓ માટે તો નાનો દીવો જ શીઘ ઉપકારક બને છે. /// (મારી) આ ટીકામાં અર્થવિશેષનું વિવરણ નથી, અર્થસાધક યુક્તિઓ નથી, તેમ જ પદ્યપાંડિત્ય પણ નથી. આ ટીકામાં બાળ જીવોના બોધમાટે માત્ર અર્થની વ્યાખ્યા જ કરાઈ છે. જો
સ્થળબુદ્ધિવાળો હું આ ટીકા રચવા ઉઘત થયો છું. પણ તેથી સ8%નોમાટે હાસ્યાસ્પદ બનીશ નહીં, કેમ કે તેઓ જ ઉપદેશ આપે છે કે શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. //પ// (આમ હું મારી શક્તિમુજબ પ્રયત્ન કરું, એ એમના ઉપદેશને અનુસાર જ હોવાથી એમનામાટે હાસ્યાસ્પદ બનવાનો વારો નહીં આવે.)
(આ પર્વના દિવસોમાં કલ્પસૂત્રના શ્રવણનું મહત્વ છે, એનું તાત્પર્ય એ છે કે બોલો ઓછું, ને હિતકર સાંભળો વધુ. બોલીને બગાડનારો બીજા સાથે આ ભવમાં અને આત્મામાટે અનંતભવમાં બગાડે છે, કેમ કે જીભ જ ન મળે, એનો અર્થ એકેન્દ્રિયભવ મળે. જૈન શાસનમાં આંખ-કાનનું મહત્ત્વ વધુ છે, આંખને ગમે ત્યાં લઇ જનારો રતનને ગટરમાં નાંખે છે, ટીવી. વગેરે જોઇ વગર મફતના તીવ્ર પાપ બાંધે છે. એના બદલે ભગવાનને જોવામાં સ્થિર કરે, તો રત્ન સોનાની વીંટીમાં શોભે એવું થાય છે. પણ આંખથી વધુ મહત્ત્વના છે કાન. આપણને
Gain Education international
For Plate & Pessoal Use Only
www.
brary