SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા કલ્પસૂત્રપર મહોપાધ્યાય શ્રી વિનય વિજય ગણિ એ રચેલી સુબોધિકા ટીકા તથા શ્રી જ્ઞાન વિમળ સૂરિએ રચેલા ભાસ (ઢાળિયાને) નજરમાં રાખી તૈયાર થયેલો પર્યુષણના ચોથા દિવસથી સાતમા દિવસ સુધી થતાં વ્યાખ્યાનોનો આ ગુચ્છ ભવ્ય જીવોના કર્ણપટલે દિવ્યકુંડળની શોભા ધારણ કરો, અને હૈયે હીરાના હારની જેમ ઝગમગતો રહો... ઓ અનમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રીગુરુભ્યો નમઃ ઐ નમઃ આઈજ્યને નમસ્કાર, સર્વ તીર્થકરોને નમસ્કાર, પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર, સકળ ગણધરભગવંતોને નમસ્કાર, સમસ્ત ચૌદપૂર્વધરોને નમસ્કાર, પૂર્વાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને નમસ્કાર, મહોપાધ્યાય શ્રી વિનય વિજય ગણિવર મહારાજને નમસ્કાર. • મંગલ , મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજે કેટલીક કાળજી કૃતિઓ રચી છે, જેમ કે નવપદની શાશ્વતી ઓળીમાં શ્રદ્ધયભાવે વંચાતો શ્રીપાળ રાજાનો રાસ, સાધુ-સાધ્વી ભગવંતોને સમસ્ત જૈન શ્રુતજ્ઞાનનો નીચોડ આપતો લોકપ્રકાશ, જુદા-જુદા રાગે ગાઈ ને અનિત્યાદિ ભાવનાઓથી ભાવિત કરતો સંસ્કૃતમાં શાંતસુધારસ ગ્રંથ, બીમારી વગેરે વખતે સમાધિ આપતું પુણ્યપ્રકાશનું સ્તવન...વગેરે..એમાં પણ શિરમોરના સ્થાને બિરાજે છે કલ્પસૂત્રપરની સુબોધિકા ટીક. આ ટીકાનું મંગળ એટલું પ્રબળ હશે કે જેથી મોટે ભાગના પૂજ્ય સાધુ ભગવંતો એ ટીકાના આધારે જ કલ્પસૂત્રના વ્યાખ્યાનો કરે છે. તથા એ પછી થયેલી કલ્પસૂત્રપરની બીજી પ્રાયઃ બધી રચનાઓએ પણ એ ટીકાનો મુખ્ય સહારો લીધો છે. તેથી જ આ ગુજરાતી રચનાવખતે હું પણ એમણે કરેલા મંગલનો જ Gain Education international For Plate & Pessoal Use Only www. albaryo
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy