________________
આજ્ઞા મુજબ સ્થવિર કલ્પને (સાધ્વાચારને) જે ઉત્તમ રીતે પાળે છે, તે આત્મા તે જ ભવમાં અથવા બીજા ભવમાં, ત્રીજા ભવમાં, છેવટે વધુમાં વધુ સાત-આઠ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ કવલી) થાય છે, કર્મપિંજરથી મુક્ત બને છે, સમગ્ર સંતાપથી રહિત થાય છે. અને શારીરિક તથા માનસિક દુઃખોનો નાશ કરે છે.
જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ પ્રરૂપણા થઇ હોય, તો તેનું અંતઃકરણથી મિચ્છામિ દુક્કડં.
વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ- ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિ ગુરુભગવંતોના અસીમ અનુગ્રહથી કાંક આલેખન પામેલો આ પર્યુષણ ચોથા દિવસથી સાતમા દિવસના વ્યાખ્યાન સંબંધી ગ્રંથ અનેકાનેક ભવ્ય જીવોના ગ્રંથિભેદમાટે બનો. ચિરકાળ સુધી પુરુષોને આનંદદાયક બનો, અને દરેક પર્યુષણમાં હજારો આત્માર્થી જીવોને વાંચન-શ્રવણદ્વારા કલ્યાણકારી બની રહો, એવી પ્રભુને પ્રાર્થના, શાસનદેવોને વિનંતી.
પંન્યાસ અજિતશેખર વિજય ગણિ •.. શુભમ્ ..
I ૩૧૮
dan Education international
For Private & Fersonal Use Only
w
ebcary