SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ | તથા સૂક્ષ્મ લીલોતરી અને બીજ વગેરેને જાણી એમની વિરાધનાથી બચવું. - સાધુ સાધ્વીઓએ સંવત્સરીના પ્રતિક્રમણ પહેલા પોતાના ક્રોધાદિ ભાવોની ક્ષમાપના કરી લેવી અને ક્લેશકારી વચનો બોલવાં નહીં, કોઇ બોલે, તો તેને અન્ય સાધુઓએ વારવા. વારંવાર વારવા છતાં જો તે બોલે જ રાખે, તો તેવા અનન્તાનુબંધી કષાયવાળા સાધુને સંઘબહાર મૂકવો, કેમ કે એવો સાધુ બીજાઓના કષાયાદિમાં નિમિત્ત બને છે. અરસપરસ સંઘર્ષ થયો હોય, તોખમત-ખામણા કરવા. નાના મોટાને ખમાવે. મોટાનાનાને ખમાવે. પોતે ઉપશાંત થાય અને બીજાને પણ ઉપશાંત કરે. જે ઉપશાંત થતો નથી, બીજાને ખમાવતો નથી, તે વિરાધક છે. જે ઉપશાંત થાય છે, બીજાને ખમાવે છે, તે આરાધક છે, કારણ કે ‘ઉવસમસાર ખુ સામણું!” શ્રમણ જીવનનો સાર ઉપશમભાવ છે. સાધુ-સાધ્વીઓએ ચાતુર્માસ સિવાયના કાળમાં બે વાર ઉપાશ્રયમાં કાજો લેવો અને ચાતુર્માસમાં ત્રણવાર કાજો લેવો. જીવાત આદિનો ઉપદ્રવ હોય, તો વારંવાર પણ ભૂમિપ્રમાર્જન (કાજો) કરવું તથા સતત પ્રમાર્જન-પડિલેહણશીલ રહેવું. સાધુ-સાધ્વીજીઓએ ગોચરી-પાણી વગેરે માટે બહાર જતાં પોતે કઇ દિશામાં કે વિદિશામાં જાય છે, તે અન્ય સાધુને કહીને જવું, જેથી તપશ્ચર્યાદિ કોઇ કારણે સાધુ રસ્તામાં મૂચ્છિત થઇ જાય અથવા અન્ય કંઇ પણ થાય, તો તેનું નિવારણ કરાવી શકાય. વળી ઔષધ-વૈઘાદિ જે કાર્યો સાધુ આદિને બહાર જવું પડે, તો તે કાર્ય પૂર્ણ થતાં તરત પાછા ફરવું. આ રીતે સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવા પૂર્વક, સમ્ય મન-વચન અને કાયાના યોગથી, અતિચારથી આત્માને રક્ષી જિનેશ્વર દેવની I ૩૧૩ wwwstre bary.org For Prve & Personal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy