________________
(૩) હું ગૌતમ ગોત્રીય આર્યનાગને, વાસિષ્ઠગોત્રીય આર્ય જેહિલને, માઢરગોત્રીય આર્ય વિષ્ણુને તથા ગૌતમ ગોત્રીય આર્ય કાલકને વંદન કરું છું. (૪) હું ગૌતમ ગોત્રીય કુમાર તથા ભદ્રક ગોત્રીય આર્ય શ્રી સંપલિતને વંદન કરું છું. તથા ગૌતમગોત્રીય સ્થવિર આર્ય શ્રી વૃદ્ધને નમન કરું છું. (૫) તેમને મસ્તકથી વંદન કરી હું સ્થિર સત્ત્વ, ચારિત્ર, જ્ઞાનથી યુક્ત ગૌતમગોત્રીય સ્થવિર આર્ય શ્રી સંઘપાલિતના પગે પડું છું. (૬) હેતે કાશ્યપગોત્રીય, ક્ષમાસાગર, ધીર આર્યહસ્તીને વંદન કરું છું કે જેઓ ગ્રીષ્મકાળના પ્રથમ માસે શુક્લ પખવાડિયે કાળધર્મ પામ્યા હતા. (૭) હું સારાવતવાળા તથા શીલ લબ્ધિ સંપન્ન તે આર્યધર્મને વંદન કરું છું કે જેમની દીક્ષાવખતે દેવે ઉત્તમ છત્ર ધર્યું હતું. (૮) મોક્ષસાધક ધર્મમય બનેલા કાશ્યપગોત્રીય આર્યસ્તીને, કાશ્યપગોત્રીય આર્યસિંહને તથા કાશ્યપગોત્રીય આર્યધર્મને હું વંદુ છું. (૯) તેમને મસ્તકથી વંદન કરી સ્થિર સત્ત્વ ચારિત્ર જ્ઞાન સંપન્ન ગૌતમગોત્રીય સ્થવિર આર્ય જંબુને નમન કરું છું. (૧૦) મૃદુ માર્દવ યુક્ત, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉપયુક્ત એવા કાશ્યપગોત્રીય સ્થવિર આર્યનંદિતને હું પ્રણામ કરું છું. (૧૧) તે પછી સ્થિર ચારિત્રવાળા ઉત્તમ સમ્યક્ત અને સત્ત્વથી યુક્ત માટરગોત્રીય શ્રી દેશિગણિ ક્ષમાશ્રમણને નમન કરું છું. (૧૨) તે પછી અનુયોગધર, ધીર, અતિસાગર, મહાસત્ત્વશાળી, વત્સગોત્રવાળા શ્રી સ્થિર ગુપ્ત ક્ષમાશ્રમણને પગે પડું છું. (૧૩) તે પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં સુસ્થિત, ગુણોથી મહાન, ગુણોથી યુક્ત એવા સ્થવિર કુમાર ધર્મ ગણિને વંદન કરું છું. (૧૪) સૂત્ર-અર્થરૂપી રત્નોથી સમૃદ્ધ, ક્ષમા, દમ, મૃદુતા ગુણોથી યુક્ત કાશ્યપગોત્રીય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને પ્રણામ કરું છું.
I ૩૦૫
Gain Education international
For Private & Personal Use Only
wwwbery ID