________________
આ દેવર્ધ્વિગણિ પૂર્વભવમાં સૌધર્મેન્દ્રના સેનાપતિ હરિëગમેષ દેવ હતા. પ્રભુદ્વારા પોતાને દુર્લભબોધિ જાણી ઇન્દ્રના સૂચનથી પોતાના પછી થનારા હરિપ્લેગમેથી દેવને પોતાને પ્રતિબોધ પમાડવાની વિનંતીની વિગત પોતાના સ્થાને લખી રાખી. પછી કાળ પામી રાજકુમાર તરીકે જનમ્યા. તદ્દન નાસ્તિક અને શિકારાદિના શોખીન એમને પ્રતિબોધ પમાડવા નવા હરિશૈગમેલી દેવ તરીકે ઉત્પન્ન થયેલા બીજા દેવે ખૂબ પ્રયત્ન કર્યા. છેવટે પ્રતિબોધ પામી દીક્ષા લીધી. તે કાળના સમસ્ત શ્રુતના ધારક બન્યા. પડતા કાળના કારણે અને દુકાળઆદિના કારણે સાધુ-સાધ્વીઓની મેધાશક્તિ ઘટતી જોઇને જૈન આગમિક સાહિત્ય નાશન પામે અને સાધુ સાધ્વીઓને ફરીથી સ્મરણ માટે ઉપયોગી બને, એ આશયથી વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્યો સાથે સભા કરી વિચાર વિમર્શ કરી બધું આગમ સાહિત્ય એકઠું કર્યું. અત્યારસુધી મુખપાઠરૂપે ચાલતું આગમ પ્રથમવાર લખાણરૂપે નોંધવાનું શરુ થયું. જે સાધુ-સાધ્વીને જે યાદ હતું, તે નોંધી લેવાયું. મતમતાંતરો પણ નોંધાયા અને પછી હસ્તલિખિત પ્રત પુસ્તકરૂપે આરૂઢ થયા. વર્તમાનમાં આપણને જે કાંઇ ધૃતસાહિત્ય વારસો મળ્યો છે. તેમાં એ મહાપુરુષનો મહત્વનો ફાળો છે. તેમને વંદન કરી એમનામાં રહેલી શ્રતોપાસનાની લગન આપણને પણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ...
અહીં સ્થવિરાવલી સમાપ્ત થાય છે. | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ ગુરુ ભગવંતોના અનહદ અનુગ્રહથી પૂર્ણતા પામેલા આ વ્યાખ્યાનના શ્રવણાદિથી આપણે સહુ પણ મહાપુરુષોના પગલે-પગલે ચાલવા સક્ષમ બનીએ એ જ શુભેચ્છા.
For Pr
e cional Use Only